તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:મોહનાકાંવચાળીના ગ્રામજનોની કલેકટરને જમીન મુદ્દે રજૂઆત

ધરમપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કબજાની ખેતીની જમીન તાત્કાલિક ફાળવવા માગ કરાઇ

ધરમપુરના મોહનાકાંવચાળી ગામની વનઅધિકાર સમિતિ તથા સરપંચ સહિત ગ્રામજનોએ લેખિત રજુઆત કલેકટરને કરી કબજાની ખેતીની જમીન તાત્કાલિક મળે એવી વિનંતી કરી છે. ધરમપુર તા.પ.ના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ, સરપંચ રમેશભાઈ રાઉત,અગ્રણી કમલેશભાઈ પાડવી, દેવુભાઈ મોકાસી, રાજ મોકાસી સહિતે કરેલી લેખિત રજુઆતમાં ખેતીની કબજા તથા ભોગવટાવાળી જમીનની કરેલી માંગણી મુજબની જમીન કાયદા અને અધિકારો મુજબ મળી નથી એવો ઉલ્લેખ કરાયો છે.

લાભાર્થીઓને સનતરૂપે ફાળવવામાં આવેલી જમીન માંગણી મુજબની તથા ધારણ કરેલી જમીન પ્રમાણે મળી નથી. અને માંગણી કરતા ઓછી છે. તમામ લાભાર્થીઓને ખેતીની કબજાવાળી જમીન માંગણીની સુપ્રત કરેલી ફાઈલો મુજબ સનત રિવાઇઝ કરી કબજાવાળી જમીનની સનત આપવા ઉલ્લેખ કરાયો છે. ગામના વન અધિકાર સમિતિના પ્રમુખ/મંત્રી તથા દાવેદારોએ તેમની તમામ ફાઈલોની ફેરચકાસણી કરી ખેતીની કબજાવાળી જમીન મળવા તથા સરકારના વન અધિકાર મુજબ ફેર તપાસ કરી માંગણી મુજબની તથા કબજા ભોગવટા વાળી જમીન આપવા વિનંતિ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...