રાજકારણ:ધરમપુર કોંગ્રેસમાં બળવો, કલ્પેશ પટેલની અપક્ષ ઉમેદવારી

ધરમપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ધરમપુર 178-વિધાનસભા બેઠક માટે ફોર્મ ભરવાના અંતિમ દિને કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર કલ્પેશ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવતા રાજકીય માહોલ ગરમાયો છે. આ બેઠક પર પૂર્વ સાંસદ કિશનભાઈ પટેલે અગાઉ ઉમેદવારી નોંધાવ્યા બાદ તેમની ટિકિટ કન્ફર્મ થતા કલ્પેશ પટેલ નારાજ હતા.કોંગ્રેસમાંથી પૂર્વ સાંસદ કિશન પટેલે મુખ્ય તથા ખારવેલ સરપંચ રાજેશ પટેલે ડમી ફોર્મ ભર્યું હતું. ટિકિટ નહીં મળતા તાજેતરમાં કોંગ્રેસમાં જોડાયેલા તા.પં.અપક્ષ સભ્ય કલ્પેશ પટેલે અપક્ષ ઉમેદવારી કરી હતી.

આમ ધરમપુર વિધાનસભા બેઠક માટે સોમવારે 9 મુખ્ય તથા 3 ડમી ઉમેદવારો ફોર્મ મળી કુલ 12 ઉમેદવારોએ 21 ફોર્મ ભર્યા હતા. તમામ ફૉર્મ મંગળવારે ચકાસણીના દિને મંજુર/નામંજૂર થશે. જોકે આપના આદિવાસી અગ્રણી કમલેશ પટેલ, અપક્ષ કલ્પેશ પટેલની પણ ઉમેદવારી થતા આ વખતે ધરમપુર વિધાનસભા બેઠક ઉપર ત્રીપાંખીયો ચૂંટણી જંગ રસપ્રદ બનશે. ભાજપના ઉમેદવાર અરવિંદ પટેલે ફોર્મ ભર્યુ હતું જેમાં ધરમપુર બેઠકના દાવેદાર અને વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી મહેન્દ્ર ચૌધરી ગેરહાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...