તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજુઆત:ધરમપુર તાલુકામાં વિભાજિત રેશન કાર્ડ ધારકોને હજી અનાજ મળતું નથી

ધરમપુર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સંકલનની બેઠકમાં કાર્ડ ધારકોને અનાજ ફાળવવા માટે રજુઆત

ધરમપુરમાં યોજાયેલી તાલુકા સંકલન સમિતિની બેઠકમાં વિભાજિત રેશનકાર્ડ ધારકોને અનાજ નહીં મળતું હોવાની સાથે વિધવા, નિરાધાર સહાયના કેટલાક લાભાર્થીઓના પૈસા જમા નહીં થયા હોવા સહિતના પ્રશ્નોની રજુઆત થઈ હતી. ધરમપુર મામલતદાર કચેરીમાં પ્રાંત અધિકારી કેતુલ ઇટાલીયાની અધ્યક્ષતામાં અને ઇન્ચાર્જ મામલતદાર કે.એસ. સુવેરા, PSI એન.ટી.પુરાણી, DYsp એમ.એન.ચાવડા સહિત વિવિધ કચેરીઓના અધિકારીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં તા.પ.પ્રમુખ રમેશભાઈ પાડવીએ ગ્રામ્યવિસ્તારમાં વિભાજિત રેશનકાર્ડ ધારકોને છેલ્લા એક વર્ષથી અનાજ નહીં મળતું હોવાની અને અમુક વિસ્તારોમાં ચોમાસા પછી થ્રિ-ફેઝ લાઈન ચાલુ નથી થઈ અને ચાલુ થયા બાદ બંધ થયાની મળેલી લોકફરીયાદની રજુઆત કરી હતી. તા.પ.ન્યાય સમિતી અધ્યક્ષ મોહનભાઈ પટેલે ભેસદરા પોસ્ટ ઓફિસમાં ઉચાપત બાદ નાણાં રિકવરી થયા હોવા છતાં પણ છેલ્લા ત્રણ વર્ષથી ખાતેદારોને પૈસા નથી મળતા હોવાની રજુઆત કરી હતી. જી.પ.સભ્ય મીનાબેન ચૌધરીએ અમુક લાભાર્થીઓના વિધવા, નિરાધાર સહાયના પૈસા ઘણા સમયથી જમા નથી થયા હોવાની રજુઆત કરતા પ્રાંત અધિકારીએ ચોક્ક્સ માહિતી આપવા સૂચન કર્યું હતું. આ ઉપરાંત બેઠકમાં પ્રાંત અધિકારીએ પાલિકા સીઓને નગરમાં રસ્તાઓ પર સફેદ પટ્ટા, સોમવારના હટવાડા માટે દરબાર કમ્પાઉન્ડમાં વેપારીઓને છુટા બેસાડવા માટે પટ્ટા પાડવાનું સૂચન કર્યું હતું. સાથે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવા, હેલ્થની ટીમને હટવાડામાં રહી તપાસ કરવા સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો