વિરોધ:ધરમપુરમાં રસ્તાની મરામત ન થતા ખાડામાં ઝાડની ડાળીઓ રોપી વિરોધ

ધરમપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માર્ગ મરામત ન કરાય તો રસ્તા રોકો આંદોલન : તા.પં.સભ્ય

ધરમપુર તા.પં.ના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ સહિત યુવાનોએ રસ્તાના ખાડાના સમારકામની માંગ સાથે ખાડાનું પૂજન કરી વૃક્ષની ડાળી રોપી વિરોધ દર્શાવ્યો હતો. ત્યારબાદ વાહનોની અવરજવરને તકલીફ નહીં થાય એ ધ્યાને લઈ ડાળીઓ કાંઢી નાંખી હતી.

ધરમપુર-વાંસદા માર્ગ પર બિરસા મુંડા સર્કલ, આસુરા માન નદી પુલ, કાંગવી ફાટક, કરંજવેરી દૂધ ડેરી નજીક અને આંબાતલાટમાં રસ્તા પર ખાડાઓ અને ઊડતી ધૂળની ડમરીઓને લઈ બાઈક ચાલકો સહિત વાહનચાલકોને હાલાકી ઉઠાવવી પડતી હોય છે.જેની અગાઉ રજુઆત પણ તંત્રને કરી હોવાનું કલ્પેશ પટેલે જણાવ્યું હતું.

હાલે આ રસ્તા પર ખાડાઓના સમારકામની માંગ સાથે યુવાનો સાથે ખાડાઓનું પૂજન કરી ડાળીઓ રોપી તંત્ર સામે વિરોધ કર્યો હતો. આ ઉપરાંત તાકીદે માર્ગ મરામત નહીં થાય તો રસ્તા રોકો આંદોલન કરવાની ચીંમકી પણ ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...