કાર્યવાહી:ખડકી શાળામાં વિદ્યાર્થીઓને મારનાર આચાર્ય સસ્પેન્ડ થયા

ધરમપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાલીઓની બેઠકમાં અન્ય શિક્ષકો સામે પણ કાર્યવાહીની માગ

ધરમપુરના ખડકી પ્રાથમીક શાળામાં વિદ્યાર્થીઓ મોડા આવતા તેઓને બેરહેમીથી લાંકડાનાં ફટકા મારવાની ઘટનાંમાં અંતે આચાર્યને આજે ઘટનાના બીજા દિવસે ફરજ મોકુફ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. સોમવારે ખડકી પ્રા. શાળામાં પ્રિન્સિપાલના ફરજ મોકૂફીના હુકમની બજવણી માટે શાળાએ પહોચેલા તા.પ્રા. શિક્ષણ અધિકારીને અપક્ષ સભ્ય કલ્પેશ પટેલે વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે એ માટે શાળા ફરી શરૂ કરવા વાલીઓની માગ સ્વીકારવા બાબતે લેખિત રજુઆત કરી હતી.

કલ્પેશ પટેલે જણાવ્યું હતું કે ખડકી પ્રા.શાળામાં નાના વિદ્યાર્થીઓને પ્રિન્સિપાલે માર મારતા શાળાને તાળુ મરાયું હતું. અને આ બાબતે વાલીઓ પૈકી એક વાલીએ ધરમપુર પોલીસ મથકે ફરીયાદ પણ આપી છે. ત્યારબાદ ખડકી પ્રાથમિક શાળામાં વાલીઓ સાથે યોજાયેલી બેઠકમાં ચર્ચા કરી ટીપીઓને વિદ્યાર્થીઓને થયેલા અન્યાય બાબતે કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

તેમણે વિદ્યાર્થીઓને માર મારવાના સમયે શાળાના અન્ય શિક્ષકો મુક પ્રેક્ષક બની જોતા રહ્યા હોવાનો તથા માર ખાવા બાબતે વિદ્યાર્થીઓની હાંસી ઉડાવી હોવાનો આક્ષેપ કરી આવા શિક્ષકોને પણ તાત્કાલિક ફરજમુક્ત કરવાનો ઉલ્લેખ કર્યો હતો. વાલીઓએ આ બાબતે કાર્યવાહી નહિ કરવામાં આવે તો પ્રા. શાળા તથા ધરમપુર શિક્ષણ અધિકારી કચેરીને તાળાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...