કાર્યક્રમ:ધરમપુર શહેરી સેવાસેતુમાં તમામ 560 અરજીઓનો સ્થળ પર હકારાત્મક નિકાલ

ધરમપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રમાણપત્ર, પ્રોપર્ટી ટેક્ષ, આધારકાર્ડ સહિતના પૂરાવામાં સુધારો

ધરમપુરના શ્રી મહારાણા પ્રતાપ મેરેજ હોલમાં યોજાયેલા નગરપાલિકા વિસ્તારના શહેરી સેવાસેતુ કાર્યક્રમમાં આવેલી 560 પૈકી તમામ વિવિધ અરજીઓનો સ્થળ ઉપર હકારાત્મક નિકાલ કરાયો હતો.

ધારાસભ્ય રમણભાઈ પાટકરની અધ્યક્ષતામાં યોજાયેલા આઠમા તબક્કાના આ કાર્યક્રમમાં સાતબાર/આઠ-અ, જન્મ- મરણના પ્રમાણપત્ર, આવકના દાખલા, પ્રોપર્ટી ટેક્ષ, આધારકાર્ડ, ગુમાસ્તા ધારા, રાશનકાર્ડમાં નામ સુધારો- કમી- દાખલ, ઘરેલુ વીજ જોડાણ અરજી, લગ્નનોંધણી પ્રમાણપત્ર, દિવ્યાંગતા પ્રમાણપત્ર, જાતી પ્રમાણપત્ર(સૌરાષ્ટ્રના જીલ્લાઓ સિવાય) સહિતની કુલ 560 અરજીઓનો સ્થળ પર હકારત્મક નિકાલ કરાયો હતો.

આ અવસરે ધરમપુર શહેર ભાજપ પ્રમુખ પ્રણવ શિંદે, પાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન દેસાઈ, ઉપપ્રમુખ નરેશ પટેલ, સીઓ શૈલેસભાઈ પટેલ, જી.ભાજપના રાજાભાઈ ભાનુશાલી, પાલિકા સભ્યો, શહેર સંગઠન ઉપસ્થિત રહ્યા હતા. સેવાસેતુ કાર્યક્રમમાં હાજરી આપી ધારાસભ્ય રમણભાઈ પાટકર તથા શહેર ભાજપ પ્રમુખ પ્રણવ શિંદે સહિતે ઓઝરપાડામાં ડેવલપમેન્ટ સાઈડની મુલાકાત અને આવાસના લાભાર્થીઓની મુલાકાત કરી હતી. મહિલા મોરચા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત આંબેડકર નગરમાં એસ.સી. સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી.

અન્ય સમાચારો પણ છે...