તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ગડીમાં બાઈક પરથી પડેલા પાંડવખડકના યુવાનનું મોત, સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત

ધરમપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક

ધરમપુરના પાંડવખડક ચીકારપાડા ફળિયાના 22 વર્ષીય ભરતભાઈ ચંદ્રાભાઈ પાડવી અને બિસ્તુભાઈ મંગળભાઈ રાઉત મિત્રની બાઈક નંબર GJ-15-BK-0230 લઇ કામ અર્થે મહારાષ્ટ્ર ગયા હતા. જ્યાંથી પરત ઘરે ફરતી વેળાએ ગડી મૂળગામ ફળીયા ધરમપુરથી બિલ્ધા જતા રોડ ઉપર નાળા બનાવવાની ચાલતી કામગીરી આગળ માટીના બમ્પર પાસે ચાલક બિસ્તુભાઈ રાઉતે બાઈકના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા બંને રોડ ઉપર નીચે પડી જતા તેને માથામાં ગંભીર ઇજા અને અને પાછળ બેસેલા ભરતભાઈ પાડવીને શરીરે ગંભીર ઇજા થઇ હતી.

બંને ઇજાગ્રસ્તોને 108માં ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં સારવાર અર્થે લવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે ભરતભાઈ પાડવીને તપાસી મૃત જાહેર કર્યા હતા. આ અંગે જયંતિભાઈ ચંદ્રાભાઈ પાડવીએ ધરમપુર પોલીસ મથકે ફરીયાદ આપી છે. ધરમપુર વિસ્તારમાં પણ અકસ્માતોની સંખ્યા વધી રહી છે. વધારે સ્પીડના કારણે અકસ્માતો થઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો