સહાય માટે રજુઆત:જિલ્લામાં દરવર્ષે 1 હજારથી વધુ સર્પદંશ, ધરમપુરના તબીબે દંશથી મૃત્યુમાં સહાય કરવાની રજૂઆત ફળી

ધરમપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 13 રાજ્યોમાં સર્પદંશથી મૃતકના આશ્રિતને આર્થિક સહાય મળે છે, વન્યપ્રાણીથી હુમલાની જેમ સહાય મળવી જોઇએ

ધરમપુરના સર્પદંશના કેસોમાં નિષ્ણાંત અને નવી બનનારી સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટયૂટના વાઇસ ચેરમેન ડૉ. ડી.સી.પટેલની ત્રણ કેબિનેટ મંત્રીઓને સર્પદંશથી થતા મૃત્યુમાં સહાય માટે રજુઆતને અધિક અગ્ર મુખ્ય વનરક્ષક વન્યપ્રાણી ગુજરાત રાજ્યના પત્રથી દરખાસ્તની કાર્યવાહી કરવા અંગેની જાણ પત્ર મારફતે કરાતા આ રજુઆતનો હકારાત્મક પ્રતિસાદ સાંપડ્યો છે.

ડૉ. ડી.સી.પટેલના જણાવ્યા મુજબ પત્રમાં તેમની રજુઆત ધ્યાને લઇ સરકારના તાજેતરના વન્યપ્રાણીના હુમલાથી થતા માનવ મૃત્યુ/ઇજા તથા પશુ મૃત્યુ અંગે સહાય ચૂકવવા બાબતેના ઠરાવમાં જે પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. તે પ્રમાણે સર્પદંશથી મૃત્યુ થતા અને સારવારના કેસોમાં પણ સહાય મળવા બાબતે સરકારના આ ઠરાવને ધ્યાને લઇ દરખાસ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

એવો ઉલ્લેખ કરાયો છે.જેને લઈ ભવિષ્યમાં સર્પદંશથી મૃત્યુ પામનારના આશ્રિતને સહાય મળવાની ઉભી થયેલી આશા સાથે ડૉ. ડી.સી.પટેલની રજુઆત ફળી હોવાનું પ્રતિત થઈ રહ્યું છે. ડૉ. ડી.સી.પટેલે અગાઉ ગુજરાત રાજ્યમાં સર્પદંશથી થતા મૃત્યુમાં પરિવારોને સહાય આપવા કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, નરેશભાઈ પટેલ અને વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાને પત્રથી રજુઆત કરી હતી.

મંત્રી કનુભાઈ દેસાઈના કાર્યાલયના પત્રથી વન અને પર્યાવરણ કાર્યાલયમાં ડૉ. ડી.સી.પટેલની રજુઆત સંદર્ભે વિગતે નિયમાનુસાર જરૂરી કાર્યવાહી કરવા વિનંતી કરાઈ હતી. જે બાદ વન અને પર્યાવરણ વિભાગે દેશના 13 રાજ્યોમાં સર્પદંશથી મૃત્યુ પામનારના આશ્રિતને આર્થિક સહાય આપવામાં આવે છે. તે મુજબ ગુજરાત રાજ્યમાં પણ આર્થિક સહાય મંજુર કરવા ડૉ. ડી.સી.પટેલ દ્વારા રજૂઆત કરી હતી.

છેલ્લા પાંચ વર્ષમાં બનાવ

વર્ષઝેરીબિનઝેરીકુલ
2016-17340501814
2017-18335619954
2018-193816731054
2019-203776601037
2020-214505661016
2021-224735621035

દર વર્ષે દેશમાં 50 હજારથી વધુના મોત

WHOના આંકડા પ્રમાણે 50થી 58 હજારના મૃત્યુ ભારત દેશમાં દર વર્ષે સર્પ દંશથી થાય છે. દુનિયાના કોઈ પણ દેશ કરતા આપણા દેશમાં સૌથી વધારે સર્પદંશથી મૃત્યુ થાય છે. ચોમાસામાં મેટિંગ સિઝન ચાલે અને દરમાં પાણી ભરાય જાય એટલે આશ્રય માટે સરીસૃપ ઘરમાં ભરાય જતા હોય છે. અને અજાણતામાં પગ પડતા અથવા નિંદ્રામાં પોઢેલા વ્યકતીના હલનચલનથી સર્પ ડિફેન્સ બાઈટ મારતા સર્પદંશના બનાવો બનતા હોય છે. મારી જાણ મુજબ 11થી 13 રાજ્યોમાં સર્પદંશથી મૃત્યુ માટે સહાય અપાય છે. જેને લઈ મેં અગાઉ ત્રણ મંત્રીઓને આ બાબતે રજુઆત કરી હતી. જે બાબતે સરકારી પ્રક્રિયા શરૂ થઈ છે. સરકાર સત્વરે આ બાબતે નિર્ણય લઈ સહાય જાહેર કરે એવી મારી લાગણી છે. > ડૉ. ડી.સી.પટેલ, શ્રી સાઈનાથ હોસ્પિટલ, વાઇસ ચેરમેન સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ધરમપુર

અન્ય સમાચારો પણ છે...