તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:ધરમપુર તાલુકા પંચાયતની 2 સીટ ઉપરથી અપક્ષે ઉમેદવારી પરત ખેંચી લીધી

ધરમપુર11 દિવસ પહેલા
  • કૉપી લિંક

તાલુકા પંચાયતની 24 બેઠકોના ભરાયેલા કુલ માન્ય 59 ફોર્મ પૈકી બે બેઠકો પરથી અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ખેંચી લેતા હવેથી 57 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે. જ્યારે ધરમપુરની વલસાડ જિ.પં.ની 05 બેઠકોના કુલ માન્ય 12 પૈકી એક પણ ફોર્મ નહીં ખેંચાયું હતું. આ ઉપરાંત પાલિકા વોર્ડ નંબર-02ની એક બેઠકની પેટા ચૂંટણી માટે માન્ય બે ફોર્મ પૈકી એક પણ ફોર્મ નહીં ખેંચાયું હતું.

ધરમપુર તા.પં.ની 24 બેઠકો પૈકી બામટી, ખાંડા, ઉકતા,પિંડવળ અને ધામણી, ભાનવળ બેઠકો પર અપક્ષ, BTP, આપની ઉમેદવારીને લઇ ત્રિપાંખીય જંગ થશે. નાની ઢોડુંગરી બેઠક પર કોંગ્રેસ, ભાજપ, આપ, BSP અને યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ કલ્પેશ પટેલની અપક્ષ મળી પાંચ ઉમેદવારીને લઇ આ બેઠક પર સૌની મીટ મંડાઈ છે. છેલ્લા ઘણા વર્ષોથી તા.પં.પર કોંગ્રેસની સત્તા હોવાથી આ વખતે કોણ મેદાન મારશે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

    વધુ વાંચો