માગ / ધરમપુરનો નવો રસ્તો બે માસમાં ઉખડી ગયાનો વિપક્ષનો આક્ષેપ

Opposition alleges that new road in Dharampur was demolished in two months
X
Opposition alleges that new road in Dharampur was demolished in two months

  • કોન્ટ્રાકટર સામે કાર્યવાહી કરી બિલ અટકાવવા માગ

દિવ્ય ભાસ્કર

Jul 03, 2020, 04:00 AM IST

ધરમપુર. પાલિકા વિસ્તારના માલનપાડા ચાર રસ્તાથી ધોબીધોવાણ અંબામાતા મંદિર સુધીનો બે માસ પેહલા બનેલો આરસીસી રસ્તો થોડા વરસાદમાં ખોદાયો હોવાના આક્ષેપ કર્યો છે. પાલિકાના વિપક્ષી સભ્ય સુરેશભાઈ બી.ગાયકવાડે રજુઆતમાં જણાવ્યું છે કે રસ્તો બનવાને ત્રણ માસ પુરા નહીં થયા હોવા છતાં થોડા વરસાદમાં કથિત ઉખડેલા રસ્તાનું પેચવર્ક કરાઈ રહ્યું છે. વધુમાં રસ્તા નિર્માણ સમયે કથિત ખરાબ મટરીયાલ બાબતે બોર્ડને અવારનવાર કરેલી છતા ધ્યાને નહીં લેવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે. આ સાથે કોન્ટ્રાકટર સામે કાયદેસરની કાર્યવાહી કરી બિલ અટકાવવા અથવા રિકવરી કરવા માગ કરી છે.

રસ્તો ઉખડ્યો નથી
 રસ્તો ઉખડ્યો નથી. એક મહિના અગાઉ રસ્તા નજીક કામ કરતા કોઈના જેસીબીના દાતા લાગી જવાથી થોડો ભાગ ખરાબ થયો હતો. જેની જાણ થતાં એજેન્સીને આપેલી સુચના બાદ એક મહિના અગાઉ રીસરફેસ કરી દેવામાં આવ્યો હતો. > પરીક્ષિત લાડ, ઈજનેર, ધરમપુર નગરપાલિકા

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી