તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ધરમપુરના ટાંકી ગામે રહેતો યુવક રાત્રિના સમયે મજૂરી કામ કરી ઘરે આવતો હતો ત્યારે સામેના વાહનચાલકે અપરલાઈટ રાખતા સ્ટેરિંગથી કાબૂ ગુમાવી તેની બાઈક ઝાડ સાથે અથડાતા મોત થયું હતું. આ ઘટનાની ધરમપુર પોલીસે નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ધરમપુરના ટાંકી ગામના નીચલુ ફળિયાના હિતેનભાઈ કલ્પેશભાઈ ગાંવિત અને 19 વર્ષીય કાર્તિક ગણેશભાઈ પઢેર સવારે બરૂમાળમાં મજૂરી કામ અર્થે ગયા હતા. જયાંથી ઓવરટાઈમ કરી રાતના એક વાગ્યા પછી કામ પરથી તેમના શેઠની બાઈક નંબર GJ-15-AK-4277 લઈ પરત ઘરે આવતા હતા. ત્યારે ધરમપુરથી નાનાપોંઢા જતા માર્ગ પર કાકડકુવા પાસ કરતી વખતે સામેથી આવતા વાહનોની લાઈટના ઉજાસમાં બાઈક ચલાવતા હિતેને બાઈકના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી બાઇકને રોડની સાઈડમાં ઉતારી મહુડાનાં ઝાડ સાથે અથડાવી દેતા તેને શરીરે નાની મોટી ઇજા અને પાછળ બેસેલા કાર્તિકને માથામાં ગંભીર ઇજા થઈ હતી.
બંને ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સમાં સ્ટેટ હોસ્પિટલમાં સારવાર માટે લવાયા હતા. જ્યા કાર્તિકનું સારવાર મળે તે પેહલા મોત થયું હતું.આ અંગે ગણેશભાઈ લખમુભાઈ પઢેરે ધરમપુર પોલીસ મથકે ફરીયાદ આપી છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.