તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:કાકડકુવામાં બાઈક ઝાડ સાથે અથડાતા એકનું મોત, રાત્રે મજૂરી કરી ઘરે આવતો હતો

ધરમપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • સામેના વાહને અપરલાઈટ મારતા બનાવ

ધરમપુરના ટાંકી ગામે રહેતો યુવક રાત્રિના સમયે મજૂરી કામ કરી ઘરે આવતો હતો ત્યારે સામેના વાહનચાલકે અપરલાઈટ રાખતા સ્ટેરિંગથી કાબૂ ગુમાવી તેની બાઈક ઝાડ સાથે અથડાતા મોત થયું હતું. ધરમપુરના ટાંકી ગામના નીચલુ ફળિયાના હિતેનભાઈ કલ્પેશભાઈ ગાંવિત અને 19 વર્ષીય કાર્તિક ગણેશભાઈ પઢેર સવારે બરૂમાળમાં મજૂરી કામ અર્થે ગયા હતા. જયાંથી ઓવરટાઈમ કરી રાતના એક વાગ્યા પછી કામ પરથી તેમના શેઠની બાઈક નંબર GJ-15-AK-4277 લઈ પરત ઘરે આવતા હતા.

ત્યારે ધરમપુરથી નાનાપોંઢા જતા માર્ગ પર કાકડકુવા પાસ કરતી વખતે સામેથી આવતા વાહનોની લાઈટના ઉજાસમાં બાઈક ચલાવતા હિતેને બાઈકના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી બાઇકને રોડની સાઈડમાં ઉતારી મહુડાનાં ઝાડ સાથે અથડાવી દેતા તેને શરીરે નાની મોટી ઇજા અને પાછળ બેસેલા કાર્તિકને માથામાં ગંભીર ઇજા થઈ હતી. બંને ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સમાં સ્ટેટ હોસ્પિટલમાં સારવાર માટે લવાયા હતા. જ્યા કાર્તિકનું સારવાર મળે તે પેહલા મોત થયું હતું.આ અંગે ગણેશભાઈ લખમુભાઈ પઢેરે ધરમપુર પોલીસ મથકે ફરીયાદ આપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો