તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેસ્ક્યૂ:ધરમપુરના પીપરોળ ઘાટથી 1 ગાય અને 3 વાછરડા ભરેલા ટેમ્પો સાથે એક ઝડપાયો

ધરમપુર19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પશુ ધનને મુંબઇ લઇ જતા હોવાની ચાલકની પોલીસ સમક્ષ કબૂલાત

ધરમપુરના પીપરોળ ઘાટથી પોલીસે બાતમી આધારે 1 ગાય અને 3 વાછરડા ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો. ધરમપુરના PSI એ.કે.દેસાઈ તથા સ્ટાફે આવધાથી પંગારબારી રોડ ઉપર પેટ્રોલીંગમાં હતા ત્યારે પીપરોળ ઘાટ ઉતરતી વખતે આવધા તરફથી આવેલા પિકઅપ ટેમ્પો નંબર GJ-18-X-4711ને રોકી તપાસ કરતા અંદર ખીચોખીચ અને ક્રૂરતાપૂર્વક ભરેલી એક ગાય, 3 વાછરડા મળી આવ્યા હતા.

પેણધાના પકડાયેલા પિકઅપ ચાલક રમેશ બાપજીભાઈ ધનગરેએ પોલીસને પૂછપરછમાં તીસ્કરી ગામે એક ખુલ્લા ખેતરમાંથી ગાયો કાસટબારીના નગીન નામના ઇસમે ભરી આપી તેમના ઘરે લઈ જવાના હતા. અને ત્યાંથી મહારાષ્ટ્ર તરફ લઈ જવાના હોવાનું જણાવ્યું હતું. પોલીસે પશુઓ કિંમત રૂપિયા 14,000, પિકઅપ કિંમત રૂપિયા ત્રણ લાખ, મોબાઇલ કિંમત રૂપિયા 5000 મળી કુલ કિંમત રૂપિયા 3,19,000ના મુદ્દામાલ કબ્જે કરી પશુઓને સાચવણી માટે અજિત સેવા ટ્રસ્ટ વાપી પાંજરાપોળમાં મોકલી આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો