પુલ નહી તો વોટ નહી:ધમરપુરના પેણધામાં નાર નદી પર પુલના અભાવે 400થી વધુ લોકોએ ચોમાસામાં ટ્યુબના સહારે નદી પાર કરવી પડે

ધરમપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • દર વર્ષે પેણધા કેડિપાડા ફળિયાના લોકો આ સમસ્યામાંથી પસાર થતા હોય ઉકેલ લાવવા આદિવાસી અગ્રણીઓ સાથે બેઠક કરી

ધરમપુરના અંતરીયાળ વિસ્તારના પેણધા ગામના નાર નદીના અન્ય પાર આવેલા કેડીપાડા ફળીયામાં 400થી વધુ લોકો નદી પર પુલના અભાવે વર્ષોથી હાલાકી ભોગવી રહ્યા છે. જેના ઉકેલ માટે આદિવાસી અગ્રણીઓ સાથે બેઠક યોજી પુલ નહીં તો વોટિંગ નહીં કરવાની વાત પણ કરી હતી.

ખારવેલના આદિવાસી અગ્રણી ચીમનભાઈ પટેલ, વાઘવળના આનંદભાઈ બારાતની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં સ્થાનિકોએ પરિસ્થિતિનો ખ્યાલ આપ્યો હતો. કેડીપાડાના ધાવજીભાઈ માઢાએ જણાવ્યું હતું કે પુલના અભાવે ચોમાસામાં શાળાએ જતા બાળકો, બિમાર વ્યકતીઓ અને શિક્ષકોને અવરજવર કરવામાં હાલાકી પડતી હોય છે. પુલ માટે ઘણી રજૂઆતો કરી છે.

ચોમાસામાં પુલ નહીં હોવાથી ધરમપુર તથા અન્ય કામે જવા માટે લાકડા ભેગા કરી તાપટું બનાવી તથા ટ્યુબનો સહારો લેવો પડતો હોય છે. ચીમનભાઈ પટેલે આશરે 85 ઘરોના કેડીપાડા ફળીયાને ચોમાસામાં તરાપા, ટ્યુબના સહારે નદી પાર કરવા બાબતે ચિંતા વ્યક્ત કરી પુલ અંગે રજુઆત કરવા ખાતરી આપી હતી.

નાર નદી ઉપર પુલ બનાવવાની માગ સાથે મોટી સંખ્યામાં બેઠકમાં ઉપસ્થિત રહેલા સ્થાનિકો.
નાર નદી ઉપર પુલ બનાવવાની માગ સાથે મોટી સંખ્યામાં બેઠકમાં ઉપસ્થિત રહેલા સ્થાનિકો.

ચોમાસામાં સગર્ભા મહિલાઓ-દર્દીઓને લઇ જવા ભારે તકલીફ
નદી ઉપર પુલના અભાવે વાંસદા ,વ્યારા, ધરમપુર હોસ્ટેલમાં અભ્યાસ કરતા 65 બાળકોને આવવા જવામાં ભારે મુશ્કેલી સહન કરવી પડે છે.આ ઉપરાંત ચોમાસામાં સગર્ભા, બીમાર વ્યક્તિઓને રાત્રે જરૂર પડે હોસ્પિટલમાં લઇ જવા ભારે ત્યારે તકલીફ પડતી હોય છે. > રીનાબેન માઢા, સ્થાનિક

અન્ય સમાચારો પણ છે...