તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:ધરમપુરના મહારાષ્ટ્ર બોર્ડરના 10થી વધુ ગામમાં મોબાઇલ નેટવર્ક જ નથી

ધરમપુર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંટોલમાં અનાજની કુપન પણ નિકળતી નથી તો છાત્રો શિક્ષણથી વંચિત

ધરમપુરના અંતરીયાળ વિસ્તારના ગામોમાં મોબાઇલ નેટવર્કની સમસ્યાને લઈ પડતી હાલાકી દૂર કરવા માંગ ઉઠી છે. તુતરખેડના ડે. સરપંચે ગુંદીયા અને તુતરખેડમાં ઉભા મોબાઇલ નેટવર્ક ટાવર કાર્યરત કરવા માંગ કરી છે. ધરમપુરના અંતરીયાળ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી મોબાઇલ નેટવર્કની સમસ્યાથી લોકોને પરેશાની ઉઠાવવી પડી રહી છે. તુતરખેડના ડે. સરપંચ દયારામભાઈ ભોયાએ જણાવ્યું હતું કે જંગલ વિસ્તારના મહારાષ્ટ્રની સીમાને અડીને આવેલા દસથી વધુ ગામોમાં નેટવર્કની સમસ્યાને લઇ વિદ્યાર્થીઓના ઓનલાઈન શિક્ષણ પર માઠી અસર થઈ રહી છે.

ડુંગર પર નેટવર્ક માટે જવાની નોબત આવે છે. બીજી તરફ સસ્તા અનાજની દુકાનમાં પણ કુપનમાં હાલાકી પડતી હોય છે. નેટવર્ક સમસ્યા અંગે વારંવાર રજુઆત કરી હોવા છતાં સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. વધુમાં જણાવ્યુ કે, કોલેજમાં અભ્યાસ કરતી તેમની દીકરીને નેટવર્ક સમસ્યાને લઇ ધરમપુર મોકલવા પડે છે.

તુતરખેડ, સાતવાંકલ, ખપાટીયા, ચવરા, ખડકી,મધુરી, ગુંદીયા,પૈખેડ, ભવઠાણ જંગલ, કોસબાડી સહિત તાલુકાના વિવિધ ગામોમાં નેટવર્કની સમસ્યા લાબાં સમયથી પ્રવર્તિ રહી છે ત્યારે નેટવર્કની સમસ્યા ધરાવતા ગામોનું સર્વે કરી તાકીદે નિરાકરણ લાવવામાં આવે એવી પ્રબળ માગ લોકોની છે. આમ 21મી સદીમાં પણ ધરમપુર કપરાડા જેવા અદિવાસી તાલુકામાં મોબાઇલ ટાવર જેવી પુરતી સુવિધા પણ નથી.

અન્ય સમાચારો પણ છે...