ધરમપુર તાલુકાના કાકડકુવા ગ્રા.પ.ના તૈયાર કરાયેલા બજેટને અવલોકન અર્થે ટીડીઓને મોકલવા મળેલી છઠ્ઠી સામાન્ય સભામાં પણ બહુમતી સભ્યોએ તરફેણ નહીં કરતા બજેટને અવલોકન અર્થે મોકલી નહીં શકાયું હતું. આમ છઠ્ઠી વખત પણ બજેટ નામંજૂર કરાયું હતું.
ધરમપુર તાલુકાના કાકડકુવા ગ્રા.પ.ની સામાન્ય સભામાં વિકાસ કમિશનર કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગરની પાંચ વખત મળેલી સભામાં બજેટ અવલોકન અર્થે નહીં મોકલી શકાયું હોવાથી ગ્રામ પંચાયતનું વિસર્જન કેમ ન કરવું એ બાબતની કારણદર્શક નોટીસનો જવાબ ઠરાવ સ્વરૂપે મોકલવા મળી હતી. સભામાં ગ્રામપંચાયતને મળેલી કારણદર્શક નોટીસ બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
કાકડકુવા ગામનું તૈયાર કરાયેલા સને 2022/23ના અંદાજપત્રને સભામાં ફરી રજૂ કરવામાં આવ્યું હતું. જેની ચર્ચા વિચારણાને અંતે હાજર સભ્યોમાંથી બહુમતી સભ્યોએ અંદાજપત્ર નહીં બનાવવા લેખિત અને મૌખિક રજુઆત કરી હતી.જેને પગલે હાજર સભ્યોના મત લઈ બજેટ ટીડીઓને અવલોકન અર્થે મોકલવા નક્કી કરવામાં આવ્યું હતું.
આ અંગે મત લેવાતા સાત સભ્યોએ બજેટ મોકલવા તરફેણ નહિ કરી હતી. જ્યારે સરપંચ સહિત ચાર સભ્યોએ મોકલવા તરફેણ કરી હતી. જેને લઈ બજેટને અવલોકન અર્થે ટીડીઓને નહિ મોકલવા સભામાં નિર્ણય થયો હતો. આમ કાકડકુવા ગ્રામ પંચાયત સુપરસીડ બનવાની શકયતા જણાઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.