બેઠક:ધરમપુર અને કપરાડામાં રસીકરણ વધારવા માટે પ્રાંતઅધિકારીની બેઠક

ધરમપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેકસીનેશનની સારી કામગીરી માટે સન્માન કરાશે

ધરમપુર અને કપરાડાના સરપંચો સાથે રસીકરણ અંગે યોજાયેલી સંયુક્ત બેઠકમાં પ્રાંતઅધિકારીએ બંને તાલુકાના ગામોમાં સંપૂર્ણ વેકસીનેશન થાય એવી અપીલ કરી હતી. અત્રેના મેરેજ હોલમાં પ્રાંતઅધિકારી કેતુલ ઇટાલીયાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ટીડીઓ એચ.બી.પટેલ, ડો.શૈલજા મ્હસકર, ડો.સુદર્શન આયંગર, THO જીગ્નેશ માહલા, કપરાડા THO,TDOએ રસી અંગેની વિવિધ અફવાઓ અને ગેરમાન્યતાઓ વચ્ચે કોરોના મહામારી સામે સુરક્ષા પ્રદાન કરતી રસીનું મહત્વ સમજાવી લોકોને સમજ આપવા સરપંચોને અનુરોધ કર્યો હતો.

અને રસી લીધા પછી હું સુરક્ષિત છું અને મારી આસપાસના લોકો સુરક્ષિત છે એવી સમજણ આપવા અપીલ કરી હતી. લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ, ખોબાના નીલમ પટેલે રસી માટે રજિસ્ટ્રેશન કરાવવા અને રસી કેન્દ્રો સુધી વિનામૂલ્યે લઈ જવા માટે તેમની ટીમ સહાયરૂપ થશે એવી ખાતરી આપી હતી. પ્રાંત અધિકારીએ રસીકરણથી સુરક્ષાની માહિતી આપી રસીકરણના કેમ્પનું આયોજન કરી ટીડીઓ, THOનો સંપર્ક કરવાથી ટીમ સ્થળ ઉપર આવશે એવી ખાતરી આપી હતી. અને હનમતમાળ, તામછડી, લુહેરી, બીલપુડીમાં રસીકરણની ઊંચી ટકાવારીની સરાહના કરી અન્ય ગામોમાં પણ રસીકરણ વધારવા અનુરોધ કર્યો હતો. સાથે સારી કામગીરી કરનારાઓને પ્રાંત અધિકારીએ સન્માનિત કરવા જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...