યુવા પેઢી સંવિધાન હક્ક અધિકારથી જાગૃત બને, આદિવાસી ઓળખ, અસ્મિતા, આદિવાસીયત્વ મટાડવા બહારથી થતી ઘુણસણખોરી અટકાવવા અને આંતરજાતીય વિવાહ અટકાવવા, નશાખોરીથી દુર રહેવા, હિંસા, આત્મહત્યાના બનાવો અટકાવવા અને મહિલાઓના મજબૂત સશકિતકરણ સહિતના 13 મુદ્દા અંગે જાગૃતિ ફેલાવવા ગુજરાત, મહારાષ્ટ્ર અને દાનહમાં વસતા આદિવાસી કુંકણા, કોકણી, કોકણા જ્ઞાતિ મંડળનું મહાસંમેલન આગામી 23 અને 24 એપ્રિલે મહારાષ્ટ્રના નાંદુરી (સપ્તશૃંગી ગઢ) ખાતે યોજાનાર છે.
તેની પૂર્વ તૈયારીના ભાગ રૂપે ધરમપુર ખાતે મીટિંગ મળી હતી.\\nઆદિવાસી કોકણા, કોકણી, કુંકણા, કુનબી(ડાંગ) સમાજની મીટિંગમાં ગુજરાતના વિવિધ જિલ્લાના કોર કમિટીના સભ્યો તેમજ વિવિધ જિલ્લાના સંગઠનના પ્રમુખ-મંત્રી તેમજ કુળ પરિવારના પ્રમુખ અને મંત્રી તેમજ નવસારી, વલસાડ, ધરમપુર, કપરાડા, વાંસદા, ચીખલી અને સુરત વિસ્તારના સમાજના અગ્રણીઓ, પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સમાજના શિક્ષિતવર્ગ સાથે વૈચારિક રાષ્ટ્રીય મહાસંમેલન ધરમપુરના કુંકણા સમાજના પ્રમુખ ભાણાભાઈ ભોયાના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય લેવલનું મહાસંમેલન મહારાષ્ટ્ર ખાતે યોજાનાર છે જે પૂર્વે કોકણા, કોકણી, કુંકણા, કુનબી (ડાંગ) સમાજના રીત રિવાજો તેમજ જન્મ, મરણ, લગ્નની રીત રિવાજો અને શૈક્ષણિક ધાર્મિક અને સામાજિક સમસ્યાઓનો ઉકેલ લાવવા મહાસમ્મેલન યોજાશે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.