દક્ષિણ ગુજરાતમાં સૌથી મોટા બામટીની કેરી માર્કેટમાં માલની આવક વધી રહી છે. આશરે 370 સ્ટોલથી સજ્જ આ માર્કેટમાં માલની વધેલી આવકને લઈ મહારાષ્ટ્ર સહિતના ખરીદી અર્થે આવતા વેપારીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. હવે પાકો માલની થયેલી આવકને લઈ કેરીના રસિયાઓ પણ માર્કેટમાં આવી રહ્યાં છે.
આ ઉપરાંત માલની વધેલી આવકને લઈ કેરીના ભાવમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. આવનારા દિવસોમાં આવક વધવાની આશા પણ વેપારીઓ સેવી રહ્યા છે. ધરમપુરમાં અસહ્ય ગરમી, ગ્લોબલ વોર્મિંગ, કમોસમી વરસાદની થયેલી અસરથી ઓછા પાકથી ખેડૂતોને નુકશાન થયું છે.
સહકારી ક્ષેત્રના આગેવાન જીવાભાઇ આહિરના જણાવ્યા મુજબ માર્કેટમાં હાલે દૈનિક 1000થી 1200 ટનની થઈ રહેલી આવકમાં આવનારા દિવસોમાં વધારો થશે. વેપારી કલ્લુસિંહે કહ્યું કે, જૂન સુધી માર્કેટમાં ચાલુ રહેશે.
ભાવ પ્રતિ મણ
કેનિંગનો ભાવ :
ગત વર્ષે રોજ 10 સામે હાલ 3 ગાડી ભરાઇ રહી છે
કેનિંગ કેરીની આવક ઓછી હોવાથી ગત વર્ષે દૈનિક આશરે 10 ગાડીની સરખામણીમાં હાલે રોજની માત્ર ત્રણ ગાડી ભરાય છે. > જયેશભાઈ દળવી, કેનિંગના વેપારી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.