તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેરીની આવક:બામટી કેરી માર્કેટમાં કેરીના ભાવ વધ્યા

ધરમપુર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આવક ઘટતા ભાવ વધ્યા, 15થી 20 દિવસ સુધી આવકનું અનુમાન

ધરમપુરના બામટી માર્કેટમાં કેરી ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. માર્કેટમાં કેરીની આવકમાં ઘટાડાને લઈ ભાવમાં વધારો થઈ રહ્યો છે. કેનિંગ કેરીના ભાવ પણ વધ્યા છે. અગામી પંદરથી વીસ દિવસ સુધી કેરીની આવક થવાનું અનુમાન માર્કેટના સ્ટોલ ધારકો લગાવી રહ્યા છે. ધરમપુરમાં ભારે પવનને લઈ ખરી પડેલી કેરીને લઈ ભાવો ઘટી ગયા હતા. નીચા ગયેલા કેનિંગ કેરીના ભાવને લઇ ધરમપુર APMC ચેરમેન જીવાભાઈ આહિરની ભાવ વધારો કરવાની રજુઆત કેનિંગ ફેકટરીએ સ્વીકારી હતી. કેરીની આવક થતા વધેલા ભાવમાં હવે ઘટેલી કેરીની આવકને લઇ પ્રતિ મણ 100થી 200નો વધારો થયો છે.

દૈનિક 1000થી 1200 ટન કેરીની આવક
હજી પણ માર્કેટમાં દૈનિક 1000થી 1200 ટન કેરી આવી રહી છે. અગામી 15થી20 દિવસ સુધી કેરીની આવક ચાલુ રહેવાનું અનુમાન છે.>જીવાભાઈ આહીર, ચેરમેન APMC ધરમપુર

​​​​​​​કેરીની સિઝન હવે પૂર્ણતા આરે પહોંચી
રોજ આવતી આવકમાં હવે ઘટાડો થયો છે. સિઝન હવે પૂર્ણ થવા જઈ રહી છે. માલની આવક ઘટવાને લઈ રોજ ભાવમાં વધારો થઈ રહ્યો છે.>રાજેન્દ્રસિંહ પરમાર, ડિરેકટર APMC,ધરમપુર

અન્ય સમાચારો પણ છે...