અકસ્માત:બારોલીયામાં ટેમ્પો અડફેટે માલનપાડાના રહીશનું મોત, લગ્નમાંથી પરત ફરતા બનેલો બનાવ

ધરમપુર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતક હિતેશભાઈ - Divya Bhaskar
મૃતક હિતેશભાઈ

ધરમપુરના માલનપાડા ચાર રસ્તા પાસે રહેતા 48 વર્ષીય રહીશ હિતેષભાઈ ધનસુખભાઈ પટેલ શુક્રવારે સાંજે સાત વાગ્યે તીસ્કરી તલાટ ગામે મિત્ર વર્તુળના લગ્ન પ્રસંગમાં જવાનો છું એમ કહીં ગયા હતા.

જ્યાંથી પરત ઘરે આવતી વખતે આશરે પોણા નવ વાગ્યે બારોલીયા નિશાળ ફળીયા ધરમપુરથી નાનાપોંઢા જતા રોડ ઉપર એક ટેમ્પો નંબર GJ-03-AX-8139ના ચાલકે હિતેષભાઈની બાઇક નંબર GJ-15-CC-5869ને ટક્કર મારતા માથામાં ગંભીર ઇજાને લઇ તેમને108માં ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરાયા હતા.

આ અંગે ચેતનભાઈ ઠાકોરભાઈ પટેલે ધરમપુર પોલીસ મથકે ફરીયાદ આપી છે. મૃતક હિતેશભાઈ પટેલ ધરમપુર પાણી પુરવઠા કચેરીમાં સેવક તરીકે ફરજ બજાવતા હતા.

અન્ય સમાચારો પણ છે...