સ્ટાફે તપાસ હાથ ધરી:લુહેરીથી મૃત હાલતમાં દીપડો મળ્યો, 2 દિવસ અગાઉ એકબીજા પર હુમલો કરતા બે દીપડા દેખાયા હતા

ધરમપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ધરમપુરના લુહેરી ગામના સિંધા ફળિયાના રમણભાઈ જનાભાઈના ખેતરમાં શુક્રવારે એક બીજા પર હુમલો કરતા બે દીપડાને નિહાળનારે વન વિભાગને કરેલી ટેલીફોનિક જાણને લઈ સ્થળ ઉપર દોડી ગયેલા ધરમપુર RFO હિરેન ડી.પટેલ તથા સ્ટાફને દીપડાના ફૂટ માર્ક જોવા મળતા RFO હિરેન પટેલની સૂચનાથી સ્ટાફે દીપડાને પાંજરે પુરવા તજવીજ હાથ ધરવાની સાથે ગોઠવાયેલી વોચ દરમ્યાન અવરજવર કરતો દીપડો જોવા મળ્યો હતો.

રવિવારે સવારથી ગોઠવેલી વોચ દરમ્યાન દૂરથી સુતેલી હાલતમાં દેખાયેલા દીપડાની ચકાસણીમાં નહીં જોવા મળેલી કોઈ હલનચલનને પગલે ઉઠેલી શંકાને લઈ નજીક ગયેલા RFO હિરેન પટેલ, વાઈલ્ડ લાઈફ વેલ્ફેર ફાઉન્ડેશનના સ્વયંસેવકો તથા સ્ટાફને દીપડો બેભાન અવસ્થામાં પડેલો જણાયો હતો. જેથી બોલાવેલા પશુ ચિકિત્સકે ચકાસણી કરી દીપડાને મૃત જાહેર કર્યો હતો. જે બાદ પશુ દવાખાનામાં દીપડાનું પીએમ કરી વિશેરા લઈ સુરત એફએસએલમાં મોકલવા વન વિભાગે તજવીજ હાથ ધરી હતી. ધરમપુર RFO હિરેન ડી.પટેલ તથા સ્ટાફે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...