સ્વચ્છતાનો તાગ:ધરમપુરમાં ચિકન-મીટ શોપ્સની કાનૂની સેવા સત્તા મંડળની ચકાસણી

ધરમપુર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાયસન્સ, સ્ટેમ્પડ મીટ અને સ્વચ્છતાનો તાગ મેળવ્યો

ધરમપુરમાં આવેલી ચિકન/મીટની દુકાનો તથા મચ્છી માર્કેટની જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ વલસાડ દ્વારા ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન વલસાડ તથા ધરમપુર પોલીસના સંકલન સાથે ચકાસણી કરવામાં આવી હતી.

નામદાર ગુજરાત હાઈકોર્ટ અમદાવાદના નિર્દેશ અનુસાર જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ વલસાડના સચિવ એસ.એચ.બામરોટીયા, ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન વલસાડના ડેઝીગ્નેટેડ ઓફિસર ડી.બી.બારોટ, ફૂડ સેફટી ઓફિસર સી.એન.પરમારે ધરમપુર પીએસઆઇ આર.કે.પ્રજાપતિની ઉપસ્થિતિમાં ધરમપુર નગર પાલિકા વિસ્તારની વિવિધ ચિકન/મીટ શોપના લાયસન્સ, સ્ટેમ્પ મીટ રાખવામાં આવતું છે કે નહીં તથા સ્વચ્છતાની ચકાસણી કરી હતી.

વધુમાં સેનિટેશન, આરોગ્યપ્રદ સ્થિતિની જાળવણી, ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટના રેગ્યુલેશન-2011ના નિયમોના પાલનની ચકાસણી પણ કરાઈ હતી. આ ચકાસણીમાં ધરમપુર કોર્ટના પેનલ એડવોકેટ પી.બી. આહિર તથા પીએલવી સાથે રહ્યા હતા. ધરમપુર પાલિકા તથા પંચાયત વિસ્તારમાં કરાયેલી આ તપાસનો રિપોર્ટ નામદાર ગુજરાત હાઇકોર્ટને કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...