તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવિધ સમિતિની રચના:ખેરગામ તાલુકા પંચાયતનું 1.14 કરોડનું બજેટ મંજૂર, સાધારણ સભામાં વિવિધ સમિતિની રચના

ધરમપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે અલકાબેન પટેલના નામે મહોર

ખેરગામ તાલુકા પંચાયતની ગુરુવારે સામાન્ય સભા નવનિયુક્ત તાલુકા પંચાયતના પ્રમુખ રક્ષાબેન પ્રશાંતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં તાલુકા પંચાયતના બજેટ અને સ્વભંડોળમાંથી કરવાની કામગીરીઓ બાબતે ચર્ચા કરવામાં આવી હતી તેમજ વિવિધ સમિતિના રચના કરાઇ હતી.

ખેરગામ તાલુકા પંચાયત ખાતે મળેલી બેઠકમાં પ્રમુખ દ્વારા આગામી વર્ષ 2021-22 માટેનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં ખેરગામ તાલુકાની પાણી, રસ્તા, શિક્ષણ,આરોગ્ય, આંગણવાડી,આવાસ સહિતની પાયાની જરૂરિયાતોને ધ્યાનમાં લઈ બજેટ તૈયાર કરવામાં આવ્યું હતું. તાલુકાનું કુલ 1.14 કરોડ ઉપરાંતનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. બાદમાં સામાન્ય સભામાં કારોબારી અને ન્યાય સમિતિની રચના કરવામાં આવી હતી. કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે ભાજપ દ્વારા અગાઉ જ અલકાબેન સંપતભાઈ પટેલના નામ પર મહોર મારવામાં આવી હતી. કારોબારી સમિતિમાં તેમની સાથે લીનાબેન અમદાવાદી, મોહિનીબેન પટેલ, બબીતાબેન પટેલ, સુનિલભાઈ, હિરલભાઈ ભોયા સહિત સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવી હતી.

જ્યારે સામાજિક ન્યાય સમિતિમાં પૂર્વેશભાઈ ખાંડાવાલાની સાથે હિરલ ભોંયા, ગમનભાઈ હુડકીયા, રાજેશભાઈ પટેલ અને વિપુલભાઈ પટેલની નિમણૂંક કરાઈ હતી. તાલુકા પંચાયત પ્રમુખ રક્ષાબેન પટેલે જણાવ્યું કે તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે લોકોની સેવા કરવાનો મોકો મળ્યો છે ત્યારે તાલુકામાં રસ્તા,આરોગ્ય,શિક્ષણ અને પાણી જેવી પાયાની જરૂરિયાતને પ્રાધાન્ય આપી સૌના સાથ અને સહકારથી તાલુકાના વિકાસને વધુ વેગ મળે તે માટે મહેનત કરીશું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો