તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ખારવેલથી શંકાસ્પદ 60 કટ્ટા ઘઉં અને 19 કટ્ટા ડાંગર ભરેલો ટેમ્પો ઝડપાયો

ધરમપુર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેમ્પો સહિત કુલ 9.5 લાખનો મુદ્દામાલ સીઝ કરી તપાસ શરૂ

ધરમપુરના પ્રાંત અધિકારી અને મામલતદારે ખારવેલમાંથી પસાર થતા શંકાસ્પદ ટેમ્પોને અટકાવી તપાસણી કરતા અંદર ભરેલા ઘઉં અને ડાંગરના જથ્થામાં ગેરરીતી જણાઈ હતી. જેને લઇ મામલતદારે સિઝર હુકમ કરી જથ્થો અનાજ ગોડાઉનમાં મોકલી આપ્યો હતો. ધરમપુરથી વલસાડ જતા રસ્તા ઉપર ખારવેલમાં પ્રાંતઅધિકારી કેતુલ ઇટાલિયા અને મામલતદાર એચ.એ પટેલે શંકાસ્પદ ટેમ્પોને ઉભો રખાવી તપાસ કરતા અંદર ભરેલો ઘઉં અને ડાંગરના કટ્ટામાં ક્ષતિઓ જણાઈ હતી. ત્યારબાદ તપાસ કરતા ટેમ્પામાંથી શંકાસ્પદ 60 કટ્ટા ઘઉં અને 19 કટ્ટા ડાંગરના મળી આવ્યા હતાં. મળતી માહિતી મુજબ ટેમ્પો ચાલક અટકપારડીના કોઈ રવિન્દ્ર જેન નામના ઇસમે પૂછપરછમાં અટકપારડીમાંથી કોઈ એગ્રોની દુકાનમાંથી 80 કટ્ટા ઘઉં ખરીદી ધરમપુરના હનમતમાળ હટવાડામાં 20 કટ્ટા ઘઉં વેચી 19 કટ્ટા ડાંગરની ખરીદી કરી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ 60 કટ્ટા ઘઉં અને કથિત ખરીદેલા 19 કટ્ટા ડાંગર સાથે વલસાડ તરફ જતી વેળાએ ઝડપાયો હતો. જોકે ચાલકે રજુ કરેલા બિલ શંકાસ્પદ જણાતા મામલતદારે ટેમ્પોમાં ભરેલો શંકાસ્પદ 60 કટ્ટામાં કુલ ઘઉં 3000 કિલો કિંમત રૂપિયા 51,300, 19 કટ્ટામાં ડાંગર અંદાજીત 1200 કિલો કિંમત રૂપિયા 10,200 અને ટેમ્પો કિંમત રૂપિયા 8,44,000 મળી કુલ રૂપિયા 9,05,5,00ના મુદ્દામાલને સિઝર હુકમ કરી અનાજ ગોડાઉનમાં મોકલી આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...