ભાસ્કર ઇમ્પેક્ટ:ધરમપુર તાલુકાની આસુરા માન નદી પુલથી આંબા તલાટ માર્ગ પર ખાડા પુરી પેચવર્કની કામગીરી શરૂ

ધરમપુર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિવ્યભાસ્કરે રવિવારે આ અંગે અહેવાલ પ્રસિદ્ધ કરતા તંત્ર સફાળું જાગ્યું

ધરમપુરના આસુરા માન નદી પુલથી આંબા તલાટના માર્ગ ઉપર ખાડા અને ઊડતી ધૂળની ડમરીઓથી બાઇકચાલકો, દુકાનદારો અને લોકોને પડતી પરેશાની, હાલાકી અંગે એક માત્ર દિવ્યભાસ્કરમાં રવિવારે સચોટ સમાચાર પ્રસિદ્ધ થયાને ગણતરીના દિવસોમાં ખાડાઓના પેચવર્કની કામગીરી શરૂ થઈ છે. છેલ્લા ઘણા સમયથી વાહનોથી વ્યસ્ત આ માર્ગ પર અકસ્માતને નોતરું આપતા ખાડા પૂરવા બળવત્તર બનેલી માંગ વચ્ચે લોકો અને સ્થાનિક પ્રતિનિધિઓની માંગને દિવ્યભાસ્કર અખબારે આપેલી વાચાને પગલે કામગીરી શરૂ થતા તા.પ.અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ અને તા.પ.વિરોધ પક્ષના નેતા બાળુભાઈ સિંધાએ આભારની લાગણી વ્યક્ત કરી છે.

ધરમપુરથી વાંસદા જતા માર્ગ ઉપર આસુરા માન નદી પુલ, કાંગવી ફાટક, કરંજવેરી દૂધ ડેરી થઈ આંબા તલાટ સુધી મહત્વના આ માર્ગ પર પડેલા મસમોટા ખાડા અને ઊડતી ધૂળની ડમરીઓથી બાઇક ચાલકો, વાહનચાલકો, દુકાનદારો અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.

આ અંગે તા.પ.અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ, કરંજવેરીના તા.પ.વિરોધ પક્ષના નેતા બાળુભાઈ સિંધાએ તંત્રને અવારનવાર કરેલી રજુઆત છતાં કામગીરી શરૂ નહીં થતા ચક્કા જામ સહિત વિરોધની ચીમકી ઉચ્ચારી હતી. આ દરમ્યાન દિવ્યભાસ્કરે રવિવારે સમાચાર પ્રસિદ્ધ કર્યા બાદ મંગળવારે મોટા ઉપાડે પેચવર્કની કામગીરી શરૂ થતા લોકોએ રાહત અનુભવી છે.

અન્ય સમાચારો પણ છે...