આત્મહત્યા:ધરમપુર મોટી કાંગવીના ઇસમે કરંજવેરી નદીમાં અગમ્ય કારણે કૂદી જીવન ટૂંકાવ્યું

ધરમપુર14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ધરમપુર મોટી કાંગવી ખોરી ફળીયાના 40 વર્ષીય ધર્મેન્દ્રભાઈ દેવલુભાઈ પાડવીએ મંગળવારે કરંજવેરી માન નદીના પુલ પર તેની બાઈક મૂકી નદીમાં કૂદી પડ્યો હતો. આ અંગેની માહિતી મળતા સ્થળ પર પહોંચેલી પોલીસે પાલિકાને જાણ કરતા પાલિકા ફાયર વિભાગના લાશ્કરોએ નદીના ઊંડા-વહેતા પાણીમાં શોધખોળ કરી આશરે અર્ધા કલાકમાં લાશ શોધી કાઢી હતી.

આ અંગે મૃતકના ભાઈ ગુલાબભાઈ પાડવીએ ધરમપુર મોહનગઢ ખાતે મજૂરીકામ કરવા આવેલા તેમના ભાઈ ધર્મેન્દ્ર પાડવી કોઈ અગમ્ય કારણસર નદીના વહેતા પાણીમાં કૂદી પડતા નદીના ઊંડા વહેતા પાણીમાં ડૂબી જવાથી તેનું મૃત્યુ થયું હોવાની જાહેરાત ધરમપુર પોલીસ મથકે આપી છે. પોલીસે અકસ્માત મોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...