ધરમપુર વિધાનસભા બેઠક ઉપર ઉમેદવારની જોવાઇ રહેલી રાહ વચ્ચે કોંગ્રેસે પૂર્વ સાંસદ કિશન પટેલનું નામ જાહેર કરતા ચિત્ર બદલાયું છે. તાજેતરમાં કોંગ્રેસમાં જોડાયેલા તા.પ.ના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલે કોંગ્રેસે લોલીપોપ આપી છે એમ કહી પક્ષમાંથી રાજીનામુ આપી દીધું હોવાની વાત કરી અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરી છે.
બીજી તરફ સોશિયલ મીડિયામાં કથિત વલસાડ જીલ્લા યુવક કોંગ્રેસ મહામંત્રી અને ધરમપુર વિધાનસભા યુથ કોંગ્રેસ સોશિયલ મીડિયા કો-ઓર્ડીનેટરે રાજીનામુ આપ્યું હોવાના મેસેજ વાયરલ થયા હતા. સમર્થકો સાથે કલ્પેશ પટેલે આ જાહેરાતથી યુવાનોમાં નારાજગી હોવાની વાત કરી સમાજની લાગણીને માન આપી અપક્ષ ઉમેદવારી કરવાની માહિતી આપી હતી.
મોહનાકાવચાળીના દેવુ મોકાસીએ પાર્ટી કલ્પેશ પટેલને ટીકીટ આપશે એવી માહિતીથી એમના સમર્થનમાં કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો એમ કહી પાર્ટી યુવા ચેહરાને તક નથી આપતી એમ જણાવી રાજીનામું આપ્યું હોવાની માહિતી આપી હતી. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ ધરમપુર બેઠક પર ઉમેદવારને લઇને ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધી ખેચતાણ ચાલી હતી. આખરે કોંગ્રેસમાંથી દાવેદારી કરનાર કલ્પેશ પટેલ અપક્ષ ઉમેદવારી નોંધાવતા ધમરપુર બેઠકની ચૂંટણી વધારે રસપ્રદ બની રહેશે જોકે, કલ્પેશ કોને ફાયદો કરાવશે તે ચર્ચા શરૂ થઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.