આવેદન:ધરમપુરની 63 ગ્રામ પંચાયતના 59 કમ્યુટર ઓપરેટરોની અચોક્કસ મુદતની હડતાળ, સરકારી કર્મી જાહેર કરી તમામ લાભ આપવા માગ

ધરમપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પડતર માગણીઓ મુદ્દે મામલતદારને આવેદન

ધરમપુરની 63 ગ્રામપંચાયતના 59 વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરોએ રાજ્યના વીસીઇની પડતર માંગણી બાબતે અચોક્કસ મુદતની હડતાળમાં જોડાઈ ગુજરાત રાજ્ય ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક ઓપરેટર મંડળ ધરમપુરના નેજા હેઠળ ધરમપુર ટીડીઓને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. વલસાડ વીસીઇ મંડળના ઉપપ્રમુખ અને રાજ્યના ખજાનચી ગોવિંદભાઈ ગાંવિતના જણાવ્યા મુજબ વલસાડ જી.ના કુલ 341 વીસીઓ આ હડતાળમાં જોડાઈ કામગીરીથી અળગા રહ્યા છે. અને વલસાડ ડીડીઓને પણ ધરમપુર પ્રમુખ અલ્કેશ બામનિયા સહિત વીસીઇઓએ આવેદનપત્ર પાઠવ્યું હતું.

આવેદનપત્રમાં કમિશન પ્રથા બંધ કરી ફિક્સ વેતન સાથે પગાર ધોરણ લાગુ કરવું, સરકાર સાથે 16 વર્ષથી વિના પગારે કામ કરતા હોવાથી સરકારી કર્મચારી જાહેર કરી સરકારી લાભો આપવા, આરોગ્ય લક્ષી સુવિધા આપતા પરીવાર સહિત વીમા કવચ આપવું, વીસીઇને સરકારની મંજૂરી વિના છુટા નહિ કરવા અને કોરોના મહામારીમાં મરણ પામેલા વીસીઇને આર્થિક સહાય આપવાની માંગ કરાઈ છે.

આવેદનપત્રમાં ગ્રા.પ. ઇ-ગ્રામ કોમ્પ્યુટર સાહસિક સાથે સમાન કામ સમાન વેતન, લઘુત્તમ વેતનનો ભંગ થતો હોય કમિશન પ્રથા બંધ કરાવી ફિક્સ વેતનથી નિમણુંક અપાવી સરકારી કર્મચારીનો દરજ્જો આપવા ઉલ્લેખ કરાયો છે. જો આ માગ ન સંતોષાય તો આંદોલન ચાલૂ રાખવામાં આવશે તેવી પણ ચીમકી વીસીઈ મંડળે આપી છે.

અન્ય સમાચારો પણ છે...