લોકોઅ રાહતનો શ્વાસ લીધો:રાજપુરી તલાટ ગામમાં દીપડો પાંજરે પુરાયો, જંગલમાં મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ

ધરમપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ધરમપુર રેંજના ઇન્ચાર્જ આરએફઓ એસ.આર.ચાવડાને રાજપુરી તલાટના રમેશભાઈ બી. પટેલે તેમના ઘરેથી દીપડો કુતરાનું મારણ કરી ખેતરમાં ઢસડી લઈ ગયો હોવાની માહિતી આપી દીપડાને પકડવા તેમના ઘરે પાંજરું ગોઠવવા અરજી કરી હતી. જેને લઈ આરએફઓ ધરમપુર તથા રેંજ સ્ટાફે રાજપુરી તલાટ ગામે જઈ આજુબાજુના વિસ્તારમાં સર્વે કરી રમેશભાઈ પટેલના ખેતરમાં સોમવારે દીપડાને પકડવા પાંજરું ગોઠવ્યું હતું. જેમાં રાત્રીના સમયે દીપડો પાંજરે પુરાયો હોવાની જાણ રમેશભાઈ પટેલે વન વિભાગને કરી હતી.

પાંજરે પુરાયેલા આશરે ચાર વર્ષના આ દીપડા(નર)નું વન વિભાગે ધરમપુરના વેટરનરી ઓફિસર પાસે મેડિકલ ચેકઅપ કરાવી ફિટનેસ સર્ટી. મેળવી રાજપુરી તલાટ સેન્ટ્રલ નર્સરીમાં રાખ્યો હતો. અને તંદુરસ્ત હાલતમાં હોવાથી દીપડાને નાયબ વન સંરક્ષક વલસાડ ઉત્તરના માર્ગદર્શન હેઠળ જંગલમાં મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...