ચમત્કાર સર્જાયો:ધરમપુરના પાનવા ગામે મૃત સમજી સ્મશાનમાં લઈ જવાયેલી નવજાત બાળકી અચાનક રડવા લાગી

ધરમપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અધૂરા માસે જન્મ થતા બાળકીની હાલત નાજુક હતી, હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

ધરમપુરની એક ખાનગી હોસ્પિટલમાં માતાએ અધુરા માસે જન્મેલી બાળકીને જન્મ આપતા કાચની પેટીમાં રાખવામાં આવી હતી. જોકે, નવજાત બાળકીની તબિયત નાદુરસ્ત રહેતા પરિવાર રજા લઇને ઘરે આવી ગયા હતા. ત્રણ ચાર કલાક બાદ બાળકીએ અચાનક જ હલનચઇન બંધ કરી દેતા પરિવાર મૃત સમજીને સ્મશાને દફનાવવાની તૈયારી કરતા હતા. જોકે, દફનાવવા પૂર્વે જ બાળકીએ અચાનક રડવા લગતા ફરી તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હાલ આ નવજાત બાળકી ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે.

ધરમપુરના પાનવા ગામે દફનાવવા માટે લઈ જવાયેલી નવજાત શિશુ અચાનક રડવા લાગતા ચમત્કાર સર્જાયો હતો. બાળકીને ગુમાવી દીધી હોવાની લાગણી સાથે દુઃખી પરીવારનો ગમ ખુશીમાં બદલાયો હતો.

પાનવાની મહિલા સરપંચના પતિ સતીષભાઈ ચૌધરીએ ટેલિફોનિક સંપર્કમાં જણાવ્યું હતું કે પાનવા ગામના પટેલ ફળીયાની સગર્ભા જયમતીબેન અજયભાઈ ચૌધરીની ખાનગી હોસ્પિટલમાં સાત માસે પ્રસુતિ થયા બાદ બાળકીને સારવાર માટે રાખવામાં આવી હતી. ત્યારબાદ ઓક્સિજન નહીં લઈ શક્તિ બાળકીને છઠ્ઠા દિવસે પરિવાર ઘરે લઈ ગયો હતો. ત્યારે બાળકીના બંધ હલનચલનને લઈ ત્રણ કલાક બાદ બાળકીને દફનાવવા લઈ જવામાં આવી હતી. જ્યા અચાનક બાળકીએ પગ હલાવ્યા બાદ રડવા લાગી હતી.

ચમત્કારીક રીતે ત્રણ કલાક બાદ બાળકીના નિધન થયું હોવાનું માની ગમમાં ડૂબેલો પરીવાર આ ખુશીના સમાચાર મળતા ખુશ થયો હતો. અને બાળકીને વલસાડની 108માં વલસાડ ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે લઈ જવામાં આવી હતી. જ્યાંથી બીજા દિવસે ધરમપુરની શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...