ધરમપુરના અંતરિયાળ કેટલાક ગામોમાં કમોસમી વરસાદ થયો હતો તો ભાનવળ કાસટબારીમાં આશરે એક કલાક સુધી ભારે વરસાદ સાથે કરા પડ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યુ હતું. ગુંદીયાના સામાજીક કાર્યકર્તા અર્જુન પઢેરે જણાવ્યું હતું કે, કમોસમી વરસાદથી ગુંદીયા, ખડકી,મધુરી,તુતરખેડ, ચવરા, સાત વાંકલ,પૈખેડ,સાદડવેરા , ખડકી, મધુરી, પિંડવળ, ઉલસપિંડી સહિતના ગામોમાં નાની કેરી તથા કાજુના ફૂલ ખરી પડવાની,ઘાસચારો પણ ભીંજાઈ જવાથી પશુપાલકો નુકસાનની ભીતિ છે.
તુતરખેડના દયારામભાઈ ભોયાએ જણાવ્યું હતું કે પૈખેડમાં લગ્ન મંડપ ભીનો થતા જાનમાં આવેલ મહેમાન આજુબાજુના ઘરોમાં જતા રહ્યા હતા. ભોજન સમારંભના સમયે આવેલા વરસાદથી આજુબાજુના ઘરોમાં જતા રહેલા મહેમાનોને જમાડયાં હતા. આશરે બે કલાક ગાજવીજ સાથે ભારે વરસાદ થયો હતો.
કેરી અને કાજુના ફુલ ખરી પડ્યા
ભાનવળ કાસટબારીના અગ્રણી જમસુભાઈ રાઉત તથા અનિલભાઈ મોકાસીએ જણાવ્યું હતું કે કરા અને પવન સાથે વરસાદ આવ્યો હતો. આ સાથે ભાનવળ, નાની કોસબાડી, મોટી કોસબાડી, વાંઝલટ, પીરમાળ,મોહનાકાવચાળીમ ાં વરસાદ ઘણો આવ્યો હતો. વરસાદથી નાની કેરી અને કાજુના ફુલ ખરી પડતા નુકસાન થયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.