તપાસ:ધરમપુરમાં વાંસદાના છાત્રનું ચક્કર આવ્યા બાદ મોત

ધરમપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અચાનક ઢળી પડતાં હોસ્પિટલ ખસેડાયો હતો

ધરમપુરની વનરાજ કોલેજમાં અભ્યાસ કરતા વાંસદાના વિદ્યાર્થીનું ધરમપુર અેસટી ડેપો પર અચાનક ચક્કર આવ્યા બાદ ઢળી પડતાં હોસ્પિટલમાં લઇ જવાયો જયાં તબીબે તેને મૃત જાહેર કર્યો. ધરમપુરની શ્રી વનરા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં TYBAમાં અભ્યાસ કરતો વાંસદા તાલુકાના પીપલખેડ ખુશાલ ફળીયાનો 20 વર્ષીય પરિમલ રસિકભાઈ માહલા શુક્રવારે કોલેજમાંથી છૂટી ઘરે આવવા ધરમપુર એસટી ડેપો ખાતે બસમાં બેસવા આવ્યો હતો. તે વખતે અચાનક ચક્કર આવી જતા જમીન પર પડી ગયો હતો.

જેથી તેને 108માં ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. જ્યાં તેનું સારવાર મળે એ પહેલા મોત થયું હતું. આ બનાવ અંગે મૃતકના પિતા રસિક છગનભાઈ પટેલે જણાવ્યું હતું કે, પરિમલને કોઈ બીમારી ન હતી અને કોઈ પણ પ્રકારની દવા ચાલતી ન હતી. ચક્કર આવ્યેથી સારવાર મળે એ પહેલા મૃત્યુ થયું હોય અથવા કોઈ અચાનક બીમારીના કારણે મૃત્યુ થયું હોય એવા ઉલ્લેખ સાથે ધરમપુર પોલીસ મથકે જાહેરાત આપી છે.

અન્ય સમાચારો પણ છે...