કાર્યવાહી:ધરમપુરમાં ઢાકવળના ઘરમાંથી રૂ. 1.16 લાખનો ગાંજો ઝડપાયો

ધરમપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપી ફરાર થઇ જતા વોન્ટેડ જાહેર

ધરમપુર તાલુકાના ઢાકવળ ગામે નિશાળ ફળિયામાં રહેતા સુનિલ આવજી ગાડકાના ઘરમાંથી પોલીસને 1.16 લાખનો ગાંજો મળી આવ્યો હતો.

ઢાકંવળ ગામે ધરની અંદર ઞાજો સંતાડાયેલો હોવાની બાતમી જિલ્લા પોલીસ વડાને મળ્યાં બાદ ધરમપુર પોલીસે બાતમીના આધારે ઢાકંવળ ઞામના નિશાળ ફળીયા તરફ જતાં વાહનોની સધન ચેકિંગ હાથ ધર્યુ હતું. ધરમપુર પોલીસની ટીમ નિશાળ ફળીયા ખાતે પહોંચીને નિરીક્ષણ કરતાં જયાં ઘરનો દરવાજો બંધ હોય આકંડો લાગેલો હોવાથી ઘરની આજુબાજુ તપાસ કરતાં કોઈ નજરે ચઢયુ ન હતું.

પોલીસે ઘરની તપાસ કરતાં એનડીપી એસ એકટ 42 મુજબ આરોપી સુનિલ આવજી દોડકા રહે ઢાકંવળ નિશાળ ફળીયાના ઘરમાં થેલામાં રાખવામાં આવેલા વગર પાસ પરમીટે ગાંજો 11, 681 કિલોગ્રામ મળી આવ્યો હતો. જેની કિંમત રૂ. 1, 16, 810 દર્શાવામાં આવી છે. ઘરમાંથી ગેરકાયદેસર વગર પાસ પરમિટે વનસ્પતિ જન્ય ગાંજાે 11681 કિ.ગ્રા. જપ્ત કરી ઘરના માલિક સુનિલભાઈ ને પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...