હાલાકી:ધરમપુર સેન્ટ્રલ બેંકમાં મોબાઈલ બેકિંગની હાલાકી,ગ્રાહકો અકળાયા

ધરમપુર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા પંચાયત અપક્ષ સભ્યએ મેનેજરને ફરિયાદ કરી

ધરમપુરની સેન્ટ્રલ બેન્કમાં કથિત મોબાઇલ બેન્કિંગને લઈ લોકોને પડતી હાલાકીથી ગ્રાહકો અકળાયા હતા.આ અંગેની જાણ તા.પં.અપક્ષ સભ્ય કલ્પેશ પટેલને થતા તેઓ કાકડકુવા અગ્રણી અરવિંદ અટારા સાથે બેન્ક મેનેજરને મૌખિક રજુઆત કરી આ પ્રશ્નના નિરાકરણ માટે માગ કરી હતી. જોકે મેનેજરે પણ લોકોને તકલીફ નહીં થાય એનું ધ્યાન રાખવા ખાતરી આપી ગ્રાહકોને પડેલી અગવડ બાબતે ખેદ વ્યકત કર્યો હતો. કલ્પેશ પટેલે જણાવ્યું હતું કે તેમને એક બહેને રજુઆત કરી હતી કે સેન્ટ્રલ બેન્કમાં મોબાઇલ બેન્કિંગના નામે લોકો હેરાન થઈ રહ્યા છે.

છોકરાની બુક લેવા હજાર રૂપિયા માટે ત્રણ દિવસ નિકળી જાય છે. વાલોડ ફળીયા સ્થિત સેન્ટ્રલ બેન્કમાં ડુંગરાળ વિસ્તારમાંથી ભાડું ખર્ચી આવતા સહિતના લોકો પણ હેરાન થતા હોય મોબાઇલ લિન્કથી ભારે હાલાકી થતી હોવા અંગે ફરિયાદો આવી હતી. જોકે મેનેજરે પણ ફરીથી કોઈને તકલીફ નહીં થાય એવી ખાતરી આદિવાસી અગ્રણીઓને આપી હતી.

અન્ય સમાચારો પણ છે...