ધરપકડ:ધરમપુરમાં રિક્ષાચાલકે 7 હજારમાં 500ના દરની 30 બોગસ નોટ ખરીદી

ધરમપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • SOGએ બોગસ ચલણી નોટ સાથે ચાલકની ધરપકડ કરી

ધરમપુરમાં વાપી SOGના PSI કેતન રાઠોડ તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. આ દરમ્યાન પિયાગો રિક્ષા GJ-15-AU-6746નો ચાલક ઝીપરૂ ભોયા રહે.મામાભાચા તા.ધરમપુર ભારતીય બનાવટની રૂપિયા 500ના દરની બનાવટી ચલણી નોટો લઈ ધરમપુરના સમડીચોક સામે જૂની કેરી માર્કેટના કમ્પાઉન્ડમાં આવનાર હોવાની બાતમી મળી હતી.

SOGએ કમ્પાઉન્ડમાં ગોઠવેલી વોચ દરમ્યાન આવેલી રીક્ષાને પોલીસે કોર્ડન કરી ચાલક ઝીપરૂ સંતાભાઈ ભોયાની કરેલી ઝડતી તપાસમાં 500ના દરની 60 નોટો મળી આવી હતી. જે પૈકી અમુક નોટો એકજ સિરિયલ નંબર વાળી હોવાથી પ્રાથમીક દ્રષ્ટિએ બનાવટી હોવાનું જણાયું હતું. પોલીસે પકડાયેલા ઈસમની પૂછપરછ કરતા તેણે આ બનાવટી નોટો મુરદડના પરશુ મલાભાઈ પવાર પાસેથી રૂપિયા 7000માં મેળવી હોવાનું જણાવ્યું હતું. પોલીસે FSL અધિકારી અને સ્ટેટ બેંક કર્મચારીની ચકાસણી બાદ આ નકલી નોટો અને રિક્ષા કિંમત રૂપિયા 70 હજાર, મોબાઈલ કબ્જે કરી પરશુ પવારને વોન્ટેડ જાહેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...