વીજ પુરવઠો ઠપ:ધરમપુરમાં વરસાદ ધીમો થયો છતાં ડૂબાઉ કોઝવે ઉખડતા 28 રસ્તા બંધ

ધરમપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોટી કોરવળ સહિતના કેટલાક ગામોમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો

ધરમપુરમાં વરસાદ ધીમો થયો હોવા છતાં ડૂબાણમાં ગયેલા ચેકડેમ,ચેકડેમ કમ કોઝવેને લઈ 28 બંધ રસ્તાને લઈ જનજીવન પ્રભાવિત થયું છે. બામટી-નાની ઢોલડુંગરી ઉપરથી પસાર થતી માન નદી પુલ ઉપર ફરી વળેલાને પાણીને લઇ એપ્રોચ રોડનું ભારે ધોવાણ થયું હતું.

બામટી નજીકના મરઘમાળમાં સરપંચ રજનીકાંત પટેલના જણાવ્યા મુજબ સોમવારે ભારે વરસાદમાં રામકુંડ ફળીયું, મંદિર ફળીયું તથા પટેલ ફળીયા મળી 11 ઘરોના વ્યકતીઓને સલામત સ્થળે ખસેડયા હતા. જે બાદ આ ઘરો પૈકી બે ઘર ભરાયેલા પાણીને લઈ તણાયા હતા.

જ્યારે બાકીના ઘરોમાં પાણીને લઈ ઘરવખરીને નુકશાન થયું હતું. તેમજ દાદરી ફળીયામાં સ્નેહલભાઈ ભરતભાઈ પટેલનું કાચું મકાન ભારે વરસાદને લઈ તૂટી પડ્યું હતું. સદનસીબે કોઈ જાનહાની નહીં થઈ હતી. અંતરિયાળ વિસ્તારમાં ભારે વરસાદને લઈ રસ્તા પર કાદવ હોવાની સાથે મોટી કોરવળ સહિતના વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. ભુતરૂન ગામમાં આવતી લાઇનના વીજ પોલ સાગપાડામાં પડી ગયા હોવાની માહિતી મોટી કોરવળના રહીશે આપી હતી.

સ્થાનિકોએ આપેલી માહિતી મુજબ ભારે વરસાદને લઈ ખેતરોમાં ફરી વળેલા પાણી અને માટીને લઈ રોપણી કરેલા તરુમાં નુકશાન થયું હતું. ત્રણ દિવસ અગાઉ હનમતમાળ - રાજપુરી જંગલ વચ્ચે ભારે વરસાદને લઈ ધસી પડેલી ભેખડને પગલે બંધ થયેલા રસ્તા અંગે હનમતમાળના સામાજિક કાર્યકર્તા વિજય માહલાએ તંત્રને જાણ કર્યા બાદ આરએન્ડબી સ્ટેટ દ્વારા ચાર જેટલા જેસીબી લગાવી ત્રણ દિવસના અંતે રસ્તો સાફ કરાયો હતો. વિજય માહલાના જણાવ્યા મુજબ પાણી ખેતરોમાં ભરાયેલા પાણીને લઈ તરૂ દબાઇ જવાની સાથે પથ્થરના પાળા તૂટી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...