કાર્યવાહી:ધરમપુરમાં ભેંસોનું દૂધ વધારવા ઓક્સીટોસીન દવાનો ઉપયોગ કરતા 1ઝબ્બે

ધરમપુર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તબેલા માલિક સામે ગુનો દાખલ કરાયો

ધરમપુરના કાનુર બરડામાં ભેસનું દૂધ વધારવા દવાના ઇન્જેકશન આપતા એક તબેલા માલિક સામે ગુનો દાખલ કરાયો છે. ધરમપુર ના કાનુરબરડા આહિર ફળીયામાં સોમવારે સાંજે પંકજભાઈ આહિરના તબેલામાં મળેલી ખબરને લઈ અહિંસા ફેલોશીપ નામની પ્રાણીઓની સંસ્થામાં છેલ્લા સાત વર્ષથી સામાજિક કાર્યકર તરીકે કામ કરતી પુણે (મહારાષ્ટ્ર)ની રિધીબેન પટેલ તથા બેંગ્લોરનાં સંદીપ કૃષ્ણા રેડ્ડી જોવા ગયા હતા. અને ત્યાં હાજર પંકજભાઈ આહિર સાથે તબેલામાં તપાસ કરતા શંકાશીલ ઓક્સીટોસીન દવાનું ઈન્ફેક્શનનાં ખાલી પ્લાસ્ટિકની બોટલ મળી આવી હતી.

આ બાબતે પૂછતાં તેઓએ ભેંસોનુ દૂધ વધારવા માટે ઉપયોગ કરતા હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ મંગળવારે તેમણે ધરમપુર પોલીસ મથકે આ હકીકતની જાણ કરી પોલીસ સાથે જઈ પોલીસ સાથે પંકજભાઈ આહિરના પશુઓના તબેલાની ઝડતી તપાસ કરી હતી. આ દરમ્યાન દીવાલ પાસે શંકાશીલ ઓક્સીટોસીન દવાના ઇન્જેકશનના ખાલી પ્લાસ્ટીકની બે બોટલ તથા એક પ્લાસ્ટિકની બોટલમાં અર્ધી દવા ભરેલી બોટલ તથા ત્રણ સિરીંજ પણ મળી આવી હતી. આ અંગે રિધીબેન પટેલે ધરમપુર પોલીસ મથકે ફરીયાદ આપી છે.

અન્ય સમાચારો પણ છે...