તપાસ હાથ ધરાઈ:ધામણીમાં પત્નીને કુહાડી મારી ભાગેલા પતિની લાશ મળી

ધરમપુર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇજાગ્રસ્ત પત્નીએ ફરિયાદ નોંધાવી હતી

ધરમપુરના ધામણી ગામે પત્ની ઉપર અગમ્ય કારણસર કુહાડીથી હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કરી ઘરેથી ભાગી ગયેલા પતીની લાશ પાંચમા દિવસે ગામની નદીમાંથી મળી આવતા ચકચાર મચી છે. ધરમપુરના ધામણી ગામના બાફળી ફળિયાના 38 વર્ષીય છગનભાઈ બુધિયાભાઈ દેવળીયાએ તા.01/08/2022ના રોજ રાત્રે તેમની પત્ની કાકડુબેનને ઘરમાં પડેલી કુહાડીના ઘા મોઢા ઉપર તથા છાતી અને પીઠના ભાગે મારી ઘરેથી નાશી ગયો હતો.

જે બાદ કાકડુબેનને ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સમાં ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં લાવી પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં કાકડુબેને આ બાબતે છગનભાઇ વિરુદ્ધ પોલીસ ફરીયાદ કરી હતી. જોકે પત્નીને માર મારી ઘરેથી જતો રહેલા છગનભાઈની શોધખોળ કરી રહ્યા હતા.

દરમ્યાન તા.04-08-2022ના રોજ બપોરે 4.30 વાગ્યે બાફળી ફળિયામાં નાર નદીના પાણીમાં છગનભાઇ ડૂબેલી હાલતમાં મૃત પડેલા મળી આવ્યા હતા. જેની જાણ થતા મૃતકના ભાઈ દેવરામભાઈએ ઓળખ કરી હતી. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...