અકસ્માત:બરૂમાળમાં ઓવેરટેકની લ્હાયમાં બે બાઇક અથડાઇ, ત્રણને ઇજા

ધરમપુર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અકસ્માતમાં ઇજાગ્રસ્ત બે બાળકી હોસ્પિટલ ખસેડાઇ

ધરમપુર તાલુકાના બરૂમાળ ખાતે શનિવારે સર્જાયેલા અકસ્માતની ઘટનામાં ઓવરટેક કરવાની લ્હાયમાં એક બાઇક ચાલકે સામેથી આવતી બીજી બાઇકને જોરદાર ટક્કર મારતા બે નાની બાળકી સહિત બાઇક ચાલકને ગંભીર ઇજા થઇ હતી. જેમાં બન્ને બાળકીને હોસ્પિટલ ખસેડી હતી.ધરમપુરના મધુરી મુળગામ ફળીયાનાં સંદીપ બાબુરાવ ગાયકવાડ તા.03-09-22ના રોજ બપોરે ઘરેથી ગામના મિત્ર પાંડુરંગ રામદાસ મોહવરે સાથે બાઈક નંબર GJ-15-DN-3003 લઈ ધરમપુર આવી સામાનની ખરીદી કરી સાંજે આશરે છ વાગ્યે ઘરે પરત જવા નીકળ્યા હતા.

ત્યારે બરૂમાળ દૂધ ડેરી સામેથી પસાર થતી વખતે પાછળથી આવી ઓવરટેક કરી રહેલી બાઈક તેમની બાઈકના ગાર્ડ સાથે અથડાઈ જતા સંદીપ અને પાંડુરંગભાઈ તથા તેમની બાઈક સાથે અથડાયેલો બાઈક ચાલક પણ રોડ ઉપર પડી ગયા હતા. આ વખતે બરુમાળ તરફથી આવેલી ઇલેક્ટ્રિક મોપેડ પણ અથડાઈ જતા બે છોકરીઓને પણ નાનીમોટી ઇજા થઇ હતી.

અકસ્માત કરનારા હથનબારીના બાઈક ચાલક વૈભવ ભોયાને ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયો હતો. જ્યારે સંદીપ તથા પાંડુરંગને સ્ટેટ હોસ્પિટલ ધરમપુર અને ઇલેક્ટ્રિક મોપેડ ઉપર સવાર બંને છોકરીઓને શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયા છે. આ અંગે સંદીપ ગાયકવાડે ધરમપુર પોલીસ મથકે ફરીયાદ આપી છે.

અન્ય સમાચારો પણ છે...