હુમલો:ધરમપુરના બરૂમાળમાં પિતા-પુત્રએ મહિલાને મારી, જમીનમાં કામ કરવાના મુદ્દે હુમલો થયો

ધરમપુર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધરમપુર તાલુકાના બરૂમાળ ગામના ગુરુધામ ફળીયાની રાધાબેન ગત તા.26/5/2020ના રોજ ફળીયાની તેમની જમીનમાં આવેલા જેસીબી મશીનથી પથ્થર સરકાવવાનું કામ કરતા હતા.  તે વખતે તેમના ફળીયામાં રેહતા હસનભાઈ મંગુભાઈ ચૌધરી તથા તેમનો પુત્ર મિનેશભાઈ હસનભાઈ ચૌધરી આવ્યા હતા. અને આ જમીનમાં અમારા પણ નામ છે તમે કેમ જેસીબી મશીનથી કામ કરો છે.

એમ કહી ઝગડો કરી રાધાબેનને ઢીકમૂકીનો માર મારતા જેની જાણ થતાં રાધાબેનનો પુત્ર પ્રતીક પિતા સાથે જમીન ઉપર પોહચયા હતા. ત્યારે બંને પિતા પુત્ર ત્યાં હાજર હતા. અને ધમકી આપી ચાલ્યા ગયા હતા. જોકે રાધાબેનને આજે ગુરુવારે માર મારેલો હોય જેથી દુખાવો થતા સાંઈનાથ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા. જે બાબતે પ્રતીકભાઈ છોટુભાઈ ગાંવિતે ધરમપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...