દુર્ઘટના:આસુરામાં ઘર ઉપર વીજળી પડતા લાગેલી આગથી સામાન બળી ગયો, પરિવાર બહાર ગયો હોવાથી જાનહાની ટળી

ધરમપુર14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ધરમપુરના આસુરા જમાદાર ફળિયામાં સોમવારે રાત્રે અચાનક ઘર પર પડેલી વીજળીને લઇ લાગેલી આગમાં માલસામાનને ભારે નુકસાન થયું હતું. પરિવાર બહાર ગયો હોવાથી કોઈ જાનહાની નહીં થઈ હતી. આ અંગે તલાટીએ તાલુકા વિકાસ અધિકારીને રિપોર્ટ કર્યો છે. ઘટનાની જાણ થતા ગામના અગ્રણી સંજયભાઈ પટેલે પરિવારની મુલાકાત લીધી હતી. ધરમપુરના આસુરા ગામના જમાદાર ફળીયામાં રમેશભાઈ ભાયજનભાઈના ઘરમાં રહેતા તેમના પુત્ર ઉમેશભાઈની પત્ની સોમવારે બે બાળકો સાથે સવારે સાત વાગ્યે ખેરગામ તાલુકાના બહેજ ગામે ગઈ હતી. અને સાંજે ઉમેશ પણ બહેજ સાસરે ગયો હતો.

આ દરમ્યાન સોમવારે રાત્રે સાડા આંઠ વાગ્યે અચાનક ધર ઉપર વીજળી પડવાથી આગ લાગી હતી. જેને લઈ દોડી આવેલા સગા સહિત સ્થાનિકોએ પાણીનો છંટકાવ કરી આગ ઓલવી હતી. ઉમેશભાઈના જણાવ્યા પ્રમાણે આ ઘટનામાં બે પલંગ, સિલિંગ ફેન,કબાટ, મોબાઈલ, પૈસા, લાયન્સસ, બેંક પાસબુક, સ્કૂલના પુસ્તકો સહિત અગત્યના પુરાવાને આગથી ભારે નુકશાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...