ક્રાઈમ:પોતે માતા ન બની શકે તેથી હોસ્ટિલમાંથી બાળક ચોર્યું, ધરમપુર નવજાત કેસમાં મહિલાની અટક

ધરમપુર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં આગની ઘટનાનો લાભ લઈ નવજાતશિશુના અપહરણમાં મહિલાએ કબૂલાત કરી છે. ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં આગની ઘટનાને પગલે એક તરફ દોડધામ મચી ગઇ હતી. બીજી તરફ SNCU વિભાગમાંથી નવ નવજાતશિશુઓ પૈકી કપરાડા તાલુકાનું એક નવજાત ગાયબ થતા માતા યમુનાબેને પોલીસ મથકે ફરિયાદ આપી હતી. પોલીસે તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં સામરસીંગી ગામેથી જામલીયાની યોગીતા પાસેથી બાળકીને શોધી કાઢી હતી. અને બાળકીને સારવાર માટે હોસ્પિટલ સ્ટાફ અને માતાને સોંપી હતી.

માત્ર એક દિવસની બાળકી મળી જતા વ્યાકુળ માતા સહિત સ્ટાફે રાહત અનુભવી હતી. પોલીસની પૂછપરછમાં આનાકાની કરતી મહિલાએ આખરે કબૂલાત કરી છે. પોલીસે યોગીતાની અટક કરી કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી મુજબ આ મહિલાની મેડિકલ તપાસમાં ત્રણ મહિનાની પ્રેગ્નેન્સી હોવાનું પણ જણાયું છે. બીજી તરફ શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલમાં  મિત્તલ નામની મહિલાએ નવજાતના અપહરણના પ્રયાસ અંગે નોંધાયેલા ગુના અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...