ધરમપુરના પૂર્વ ધારાસભ્ય અને બિરસા મુંડા મોરચા આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ઈશ્વરભાઈ ડી. પટેલે ટિકિટ ફાળવણીમાં વિશ્વાસમાં નહિ લેવામાં આવ્યા હોવાનું કારણ ધરી આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાને વોટ્સએપ પર રાજીનામું મોકલી આપ પાર્ટી છોડી છે. પદ તથા પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું પ્રદેશ પ્રમુખ સહિત ઇસુદાન ગઢવી, આપ જિલ્લા પ્રમુખ તથા લોકસભા પ્રભારીને વોટ્સએપ પર મોકલી અપક્ષ ચૂંટણી લડી રહેલા જમાઈને સાથ આપવાની વાત ઈશ્વરભાઈ પટેલે કરી છે.
પૂર્વ ધારાસભ્ય ઈશ્વરભાઈ ડી.પટેલે ટેલિફોનિક સંપર્કમાં જણાવ્યું છે કે, આપ પાર્ટીમાં જોડાયા ત્યાંરથી પાર્ટીને મજબૂત કરવાનું કામ કરી ધરમપુરમાં સંગઠન બેઠું કર્યું હતું. તેમજ ધરમપુરમાં કેજરીવાલની મોટી સફળ સભા કરી હોવા છતાં ટિકિટ વહેચણીમાં વિશ્વાસમાં નહીં લેવામાં આવ્યા જેથી અંતરઆત્માના અવાજ પ્રમાણે તેમના પદ તથા પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. વલસાડ લોકસભા વિસ્તાર તથા ખાસ ધરમપુર હોમટાઉન વિસ્તારની ટિકિટમાં ન પૂછવામાં આવ્યું હોવાની વાત પણ ઈશ્વરભાઈ પટેલે કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.