રાજ્ય સરકારે હાલમાંજ શરૂ કરેલી બાક અને મોબાઇલ ચોરીની ઘટના માટેની ઇ એફઆઇઆરની સુવિધામાં ધરમપુર તાલુકામાંથી પ્રથમ બાઇક ચોરીની ઇ ફરિયાદ નોંધાઇ છે. ધરમપુરના પાંજરોલીયા ફળીયામાં રહેતા સ્વાતિબેન હિતેશકુમાર કાપડીયા તથા પરિવાર ગત તા.23/07/2022ના રોજ સાંજે નવ વાગ્યે ઘરના ઓટલાની સામે મોટરસાયકલ નંબર GJ-15-BH-3628ને સ્ટીયરીંગ લોક કરી સુઈ ગયા હતા.
બીજા દિવસે રવિવારે સવારે દૂધ લેવા માટે ઘરની બહાર નીકળેલા સ્વાતિબેનને ઘરના ઓટલા પર પાર્ક કરેલી મોટરસાયકલ જોવા નહીં મળી હતી. જેને લઈ તેમણે તેમના પુત્રને પૂછતાં તેણે કોઈ મિત્રને નહીં આપી હોવાનું જણાવ્યું હતું. જેથી તેમણે ઘર તથા ધરમપુર બજાર વિસ્તારમાં તપાસ કરી હોવા છતાં મોટરસાયકલ નહીં મળી હતી.
ત્યારબાદ તેઓએ ઘરની બહાર ઓટલા પર લગાવેલા સીસીટીવી ફૂટેજ ચેક કરતા તા.24/07/2022ના રાત્રીના એક વાગ્યા દરમ્યાન કોઈ અજાણ્યો વ્યક્તિ મોટરસાયકલને ડાયરેકટ કરી ચોરી કરી લઈ ગયો હોવાનું જણાયું હતું. જેથી સ્વાતિબેને તા.28/07/2022ના રોજ ગુજરાત સરકારના હાલે શરૂ થયેલા સોફ્ટવેર ઇ-એફ.આઈ.આર એપ્લિકેશન ઉપર ઓનલાઇન ફરીયાદ કરી હતી. ત્યારબાદ પોલીસ મથકે આશરે રૂપિયા 25,000 કિંમતની મોટરસાયકલની ચોરી અંગેની વિગતવાર ફરીયાદ આપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.