ધરમપુર શાંતાપાર્કમાં ચેમ્બરમાંથી બહાર આવતા ગંદા પાણીએ સ્થાનિકોની તકલીફ વધારી છે. પાલિકા કાયમી ઉકેલ લાવે તેવી સ્થાનિકોની માગ છે.છેલ્લા ઘણા સમયથી શાંતાપાર્કમાં રસ્તા ઉપર ગંદા પાણીની સમસ્યાથી સ્થાનિકોને પડતી હાલાકી દૂર કરવા પાલિકા તંત્રએ કામગીરી કરી સમસ્યાનું નિરાકરણ કર્યું હતું. જોકે અન્ય ચેમ્બરમાંથી બહાર નીકળતા ગંદા પાણીને લઈ સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઉભરાતી ચેમ્બરથી રહેણાંક વિસ્તારમાં ગંદકી પણ જમા થતી જોવા મળી રહી છે. સાથે મચ્છરોના ઉપદ્રવથી મચ્છરજન્ય રોગ માથું ઊંચકે એવી ભીતિ સેવાય રહી છે. ગંદા પાણીની ઉઠતી દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવથી સ્થાનિક રહીશોની રજુઆતને લઈ સ્થાનિક પાલિકા સભ્ય શબ્બીરભાઈ બાહનાને પણ પાલિકાના આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે રજુઆત કરી છે. ત્યારે પાલિકા તંત્ર અહીં સર્વે કરી આ સમસ્યાનું કાયમી નિરાકરણ કરે એજ સમયની માગ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.