રજુઆત:ધરમપુરમાં જાતિના દાખલા માટે 4 પેઢીના પુરાવા મંગાય છે

ધરમપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અપક્ષ સભ્યની જૂની પધ્ધતિથી દાખલા કાઢી આપાવા રજુઆત

ધરમપુર તા.પ.ના અપક્ષ સભ્ય અદિવાસી સમાજના વિદ્યાર્થીઓ અને સમાજને જાતિના દાખલા માટે પડતી મુશ્કેલીને લઈ જુના નિયમ મુજબ દાખલો કાઢી આપવા રાજ્યપાલ અને સીએમને સંબોધન કરતી રજુઆત તા.પં.કચેરીમાં આપી હતી.

ધરમપુરના પૂર્વ પાલિકા સભ્ય ધીરજ પટેલ, સુરેશભાઈ બી. પટેલ, દેવુભાઈ મોકાસી, રાજ મોકાસી સહિતની સહી સાથેની આ રજુઆતમાં જાતિનો દાખલો મેળવવા 37થી વધારે (ચાર પેઢીના) પુરાવાઓ માંગવામાં આવી રહ્યા હોવાથી આ પુરાવાઓ ભેગા કરવા લોકો પોતાની રોજગારી છોડી સમય બગાડી રહ્યા હોવાનો ઉલ્લેખ કરાયો છે. વધુમાં ધરમપુરના આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ અને સમાજને દાખલો કઢાવવા માટેના પુરાવા મેળવવા છ મહિનાથી વધારે સમય નીકળી જશે એમ જણાવી તમામ અદિવાસી સમાજ અને વિદ્યાર્થીઓ હેરાન થઈ ગયા હોવાથી જુના નિયમ મુજબ દાખલો કાઢી આપવા માટે સમસ્ત અદિવાસી સમાજ ધરમપુર વતી માંગણી અને લાગણી વ્યક્ત કરાઈ છે. આ સાથે આદિવાસી સમાજના લોકોને ખોટા ખર્ચાઓ અને હેરાન કરવામાં આવશે તો અદિવાસી સમાજ હવે ચલાવી નહીં લેશે એવી ચીમકી પણ ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...