તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ધરમપુરની પરિણીતાને ફોટા પતિને બતાવી દેવાની ધમકી આપી દૂષ્કર્મ

ધરમપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • ધમસુખ નામના ઇસમે એક વર્ષમાં અનેક વખત કુકર્મ આચર્યું

ધરમપુરની 27 વર્ષીય પરિણીતાએ એક વર્ષથી ગામના ઇસમે ઘરવાળાઓને કપડા વિનાના ફોટા બતાવી દેવાની ધમકી આપી મરજી વિરુદ્ધ દુષ્કર્મ કર્યું હોવાનો ઉલ્લેખ ફરીયાદમાં કર્યો છે.ધરમપુરના ગામની મહિલાને એક વર્ષ અગાઉ ગામના ધનસુખ છેદરભાઈ ગુમાડીયાએ થયેલી ઓળખાણને લઈ અવારનવાર ફોન કરી મળવા માટે બોલાવતો હતો.

જોકે તેણી નહીં જતા બદનામ કરવાની ધમકી આપતા છેલ્લા એક વર્ષથી બંને અલગ અલગ જગ્યાએ એકલા મળતા હતા. અને ધનસુખ તેણીને વિલ્સનહિલ, માલનપાડા, નાનાપોંઢા સ્થળો પર લઈ જતો હતો. ઝાડીમાં તેણી સાથે મરજી વિરુદ્ધ શરીરસબંધ બાંધ્યો હતો. આ આ બાબતે તેણીના ઘરે પતિ તથા સગાઓને પડેલી ખબરને લઇ તેણી સાથે કોઈ સંબંધ નહીં રાખવા ગામ રાહે રાખેલી બેઠકમાં પણ ધનસુખ નહીં આવ્યો હતો.

ગત 9 માર્ચે ધનસુખે કપડા વગરના ફોટા બતાવવાની આપેલી ધમકીને લઈ મળવા ગયેલી પરિણીતાને નાસિકના એક ગામમા તેણીની બહેનને ત્યાં બાઈક પર લઈ ગયા બાદ થોડી વાર રોકાઈ સામરસીંગી ગામમાં ડુંગર પર તેણી સાથે જબરજસ્તી બળાત્કાર કર્યો હતો. અંતે તેણીએ આ બાબતે પતિ તથા ઘરે વાત કરી ધરમપુર પોલીસ મથકે ફરીયાદ આપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો