તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ધરમપુરના જાગીરીના પાયરપાડાના 31 વર્ષીય નારંદાભાઈ ઇન્દુભાઈ ગત તા.23 નવેમ્બરે રાત્રે જમીને સુઈ ગયા હતા. ત્યારે રાત્રે દસ વાગ્યે આવેલા છથી સાત ઈસમોએ મહારાષ્ટ્રના ફોરેસ્ટવિભાગના છે એમ કહી નારંદાભાઈને લઇ ગયા હતા. બીજા દિવસે મહારાષ્ટ્રના સુરગાણા ગયેલા ગામના સરપંચ ગણપતભાઈ, નારંદાભાઈના પિતા ઇન્દુભાઈ તથા આગેવાનને નારંદાભાઇની અટક લાકડા ચોરીમાં કરવાની સાથે દિન-2ના રિમાન્ડ હોવાની ખબર પડી હતી. ત્યારબાદ બે દિવસ પછી આગેવાનો અને ઇન્દુભાઈ જામીન પર નારંદાભાઈને છોડાવી લાવ્યા હતા.
ત્યારે મહારાષ્ટ્ર જંગલવિભાગવાળાઓએ લાકડીથી પગના તળિયે, કમર અને પીઠમાં માર માર્યો હોવાનું નારંદાભાઈએ પરીવારને જણાવ્યા બાદ એક દિવસ પછી પરીવારે નારંદાભાઈને તા. 28 નવેમ્બરે સ્ટેટ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરી તબીબને મહારાષ્ટ્ર પોલીસમાં જાણ કરી છે એમ જણાવ્યું હતું.જે બાદ તા.30 નવેમ્બરે મહારાષ્ટ્રમાં ગુનો દાખલ કરાવ્યો છે.અને ત્યાં સારવાર કરાવવાની વાત કરી પરીવારે નારંદાભાઈને રજા લઇ ઘરે લઈ ગયા બાદ ઘરે રાખ્યા હતા.
તા.03 ડિસેમ્બરે નારંદાભાઈને ચક્કર આવવાની સાથે લોહીની ઉલટી થતા લાગતા તેમને ફરી સ્ટેટ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જે બાદ તા.05 ડિસેમ્બરે તબિયત લથડતા વધુ સારવાર માટે વલસાડ સિવિલમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને તપાસી મૃત જાહેર કર્યો હતો. જેથી મૃતકની માતા મંગળીબેન ઇન્દુભાઈ ગાયકવાડે ધરમપુર પોલીસ મથકે તેમના પુત્રનું મારથી કે કુદરતી મૃત્યુ થયું હોવા અંગે તપાસ કરવાની માગ કરી હતી.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.