વિશ્વ મહિલા દિને:ધરમપુરની મહિલાનો ભૂખ્યાને ભોજન, નિરાધારોને સહાય થકી નિરંતર સેવા યજ્ઞ

ધરમપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમાજ માટે જીવવું- સમર્પિત થવું એજ શ્રેષ્ઠ ધર્મ છે: પ્રજ્ઞાબેન

ધરમપુરની ગ્રેજ્યુએટ મહિલા પ્રજ્ઞાબેન રાજાની છેલ્લા ઘણાં વર્ષોથી નિરંતર ચાલતી આવેલી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓએ સમગ્ર પંથકમાં માનવતાની મહેક પ્રસરાવી છે. વિશ્વ લોહાણા મહાપરિષદ દ. ગુજરાત મહિલા સમિતિના ઝોનલ પ્રમુખ પ્રજ્ઞાબેન રાજા શ્રી જલારામ માનવ ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ હોસ્પિટલમાં દર્દીઓ-જરૂરીયાતમંદોન ે સવાર સાંજ ટીફીન સેવા, દર વર્ષે દિકરીઓના સર્વજ્ઞાતિય સમૂહ લગ્ન, જરૂરતમંદ બાળકોને ઉચ્ચ શિક્ષણ પૂરૂ પાડવામાં સહાય, તેમજ શહેર અને ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં જરૂરી સાધન સહાય, ગામમાં એમ્બયુલન્સ, મોક્ષ રથ સહિતની વિવિધ સેવાઓ પુરી પાડી સમગ્ર પંથકમાં માનવતાની મહેંક પ્રસરાવી રહી છે.

મૂળ જામજોધપુર, સૌરાષ્ટ્રના પ્રજ્ઞાબેન રાજાએ ધરમપુરને કર્મભૂમિ બનાવી વર્ષ 2000થી પતિ ગોવિંદભાઇ રાજાની સાથે જંગલ વિસ્તારમાં અનાજ કીટ/કપડા વિતરણ,દર રવિવારે જરૂરીયાત મંદોને ચપ્પલ આપવા સહિતની નાનીમોટી સેવાકીય પ્રવૃત્તિઓથી સેવાયજ્ઞ આરંભ્યો હતો. અનેક એવોર્ડથી સન્માનિત લોહાણા સમાજની આ મહિલાએ પોતાના જન્મદિન 16/11/2006થી ટ્રસ્ટના નેજા હેઠળ રોજ 200 ટીફીન સેવાના પ્રારંભ સાથેની આ સેવાયાત્રા વર્ષ 2023 સુધીમાં 2023 સર્વજ્ઞાતિય દીકરીઓના સમૂહલગ્ન સુધી પહોચી છે.

ભૂખની વેદનાને કેવી હોય છે એ શબ્દોમાં વર્ણવી નહીં શકું
જીવનમાં ભૂખ્યા રહેવા પડ્યું હોવાનો સમય પણ આવ્યો હતો. જેથી ભૂખની વેદનાને કેવી હોય છે એ શબ્દોમાં વર્ણવી નહીં શકું. પરંતુ ઈશ્વર સારો સમય લાવશે ત્યારે ભૂખ્યાને ભોજન, જરૂરતમંદોને સહાય સહિતની સેવા આપવા સંકલ્પ કર્યો હતો. કોઈ એકથી કોઈ કામ થતું નથી. આજે ઈશ્વરની કૃપાથી શક્ય હોય એટલુ ટ્રસ્ટીઓ,દાતાઓ, પરિવારજનો, ધરમપુરની જનતાના સહકારથી કરવાનો એક નમ્ર પ્રયાસ કરી રહી છું. > પ્રજ્ઞાબેન રાજા

અન્ય સમાચારો પણ છે...